________________
૮૧
“ ...કે અમારે રોજ એને માટે અમુક નિશ્ચિત આહાર મોકલો.” જશે ? ” “ગાડું એક ચોખા, બે પાડા, અને એક માણસ!”
આવી અમાનુષી શરતો તમે મંજૂર તો કરી, પણ અત્યાર સુધી એને સાંખી કેમ રહ્યાં છે ?”
એમ સાવ સાખી રહ્યાં છીએ એવું પણ નથી.” બ્રાહ્મણે ફેડ પા. આ બકાસુરને ઉથલાવી પાડવા માટે, એને નાશ કરવા માટે, અત્યાર સુધીમાં જે જે પ્રયત્ન થયા છે તે બધા નિષ્ફળ નિવડયા છે અને ઉપરથી તેવા પ્રયત્ન કરનારાઓને ખૂબ આકરી શિક્ષા ભોગવવી પડી છે. એટલે હવે બધા હતાશ થઈને બેસી ગયા છે અને પોતપોતાના વારા પ્રમાણે કુટુંબની એકએક વ્યકિતને ભોગ આપતા જાય છે. આજે અમારા કુટુંબને વારો છે.”
બોલવું પૂરું કર્યું અને ઓરડામાં અનેક સળગતી ચિતાએવાળા સ્મશાન જેવી શાન્તિ પળ બે પળ પથરાઈ ગઈ.
પછી કુન્તીએ કહ્યું
“ તમારી આ આપત્તિનું નિવારણ મને મળી ગયું છે, માટે હવે બધા વિષાદ છોડી દો અને મારી વાત સાંભળો.”
“બોલે, મા! ”
“એ બકાસુર પાસે તમારા ચારમાંથી કોઈ પણ જશે નહિ. મારા પાંચ દીકરાઓમાંથી એક જશે.”
બ્રાહ્મણ પળભર તે અવાક થઈ ગયો. બીજાને ખાતર કોઈ મરવા તૈયાર થાય એ બની શકે ખરું!
ના, મા !” તેણે કહ્યું, “મારાથી તમારા પુત્રને ભોગ ન લેવાય, મા ! એક તો તમે મારા અતિથિ અને વળી બ્રાહ્મણ ! ”
પાંડવો બ્રાહ્મણ વેષે જ એકચક્રામાં રહ્યા હતા એ આપણે જાણીએ છીએ. પણ કુન્તીને નિશ્ચય થઈ ચૂક્યો હતો.
બ્રાહ્મણને તેણે કહ્યું : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com