________________
rr
પણ તમે મને જવા દાને ! ” પત્ની કરગરતી હતી.
૭૯
..
..
“તને જવા દઉં... ? ” બ્રાહ્મણ પેાતાની લાચારી બતાવતા હતા. તને કેવી રીતે જવા દઉં ? તું મારી સહધર્મચારિણી, મારા ગૃહસ્થાશ્રમની ભાગિની, કુલીન, શીલસ ંપન્ન, મારાં આ બે સંતાનેાની માતા, નિત્ય મને અનુસરનારી.... અરેરે તારા જેવી પત્નીનેા ત્યાગ કરીને હું રૌરવ નરકના જ અધિકારી પરું ને!
.
k
પશુ તે પછી મારું જ બલિદાન આપેાતે, પિતાજી,” અત્યાર સુધી મૂઞીમૂંગી રડી રહેલી દીકરી કરગરવા માંડી.
“ તારું ? એક કાચી ઉંમરની છોકરીનુ બલિદાન આપતાં અમારે જીવ કેમ ચાલે, બેટા! અને વળી તું તે અમારે આંગણે કાષ્ટક પારકાની થાપણ ગણાય.
""
પિતા, માતા અને પુત્રી વચ્ચે આમ, કાણુ બલિદાન આપવાનું વધારે અધિકારી છે તેની રકઝક ચાલતી હતી, તે પેલા શિશુ-બાળક, ઘડીક બહેનની ગાદમાં ભરાઇને અને ઘડીક માની ગોદમાં ભરાઇને સાંભળી રહ્યો હતા અને સાથેસાથે બન્નેની હડપચી પકડીપકડીને તેમને છાનાં રાખવાની કેાશિશ પણ કરી રહ્યો હતા.
છેવટે મા કે બહેન, કાઈ પાતાનુ` માનતું નથી એ જોઇ, ઘાસનું એક તણખલું પેાતાના હાથમાં તલવારની પેઠે હલાવીને એ બેયેા :
“ અરે ભાર શા છે એ રાક્ષસના! તમારે કાષ્ટને એની પાસે જવાની જરૂર નથી. મને જ જવા દે. અને પછી...જોઈ છે, આ રણચંડી ? આ તલવારના એક જ ઝાટકે હું એ દુષ્ટનું માથુ ઉડાવી દઇશ ! ''
અત્યંત ગમગીન વાતાવરણમાં અબૂઝ બાળકની આ નિર્દોષ શેખીથી કૈં હળવાશ આવી, અને કુન્તીને થયું કે અંદર દાખલ થઈને એ દુખિયારાંની વાતચીતમાં સામેલ થવાની સૌથી વધુ રળિયામણી આ
Ο
પળ છે.
ભીમ અને કુન્તી બન્ને ધીમે પગે અંદર આવ્યાં.
'
""
ક્ષમા કરજો અમને ! ” કુન્તીએ તેમની પાસે જઇને શરૂ કર્યું, પણ આ બધાનું કારણ શું છે તે કૃપા કરીને અમને કહેા. સંભવ છે કે એના ઉપાય નીકળી આવે!
"9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com