________________
પણ એટલામાં તે અંગારપર્ણની પત્ની કુશ્મનસી હૈયાફાટ રુદન કરતી કરતી દોડી આવી કુન્તીના પગ પકડી લઇને પોતાના પતિને જીવતદાન આપવા માટે એ કરગરવા માંડી અને અંતે યુધિષ્ઠિરને આશય સમજી લઈને અર્જુને એને કહ્યું, “જા તારી પત્ની પર દયા કરીને આ કુરુરાજ યુધિષ્ઠિર તને જીવતદાન આપે છે.”
મહાભારત કહે છે કે આ અંગાર પણે અર્જુનને “ચાક્ષુષી વિદ્યા આપી, જેના બદલામાં અર્જુને એને અગ્નિ–અસ્ત્રનો પ્રયોગ શી રીતે કરવો તે શીખવ્યું.
આ પ્રસંગે, આમ, પાંડવોને એક વધુ મિત્ર અને એક વધુ વિદ્યા સાંપડી.
અર્જુન મત્સ્યવેધમાં સફળ થયો તેની પાછળ તેની જે અનેક વિઘાઓનું સામર્થ્ય હતું તેમાં આ ચક્ષુષી વિદ્યા પણ હતી.
અંતમાં કહેવું જોઈએ કે અર્જુન સાથેના આ સંઘર્ષમાં નિષ્ફળ થવાને કારણે અંગારપણે પિતાનું નામ બદલી નાખ્યું. “ચિત્રરથ”ને એ સ્વામી આ ઘટના પછી પોતાની જાતને દગ્ધરથ તરીકે ઓળખાવવા લાગ્યા.
૨૩. પાંડનો પાંચાલમાં પ્રવેશ
અંગારપર્ણના અગારને ઓલવીને અને તેને ચિત્રરથમાંથી “દગ્ધરથ” બનાવીને પાંડ આગળ ચાલ્યા.
છૂટા પડતી વખતે આ ગધવે પાંડને એક સલાહ આપેલી. રાજવી
એ હમેશાં એક બ્રાહ્મણ પુરોહિત સાથે રાખવો એ તે વખતનો શિરસ્તો હતો. પાંડવો બ્રાહ્મણના વેશમાં ફરતા હતા તેથી આ શિરસ્તા પ્રમાણે કાઈ પુરોહિતની વરણું તેમણે હજુ કરી ન હતી. અંગારપણે પુરોહિત વગર પ્રવાસ કરવામાં રહેલાં જોખમો તરફ તેમનું ધ્યાન ખેંચ્યું અને પાંડવો ધૌમ્ય નામના મુનિની પુરોહિતપદે વરણી કરીને, તેમને સાથે લઈને, પાંચાલ તરફ આગળ વધ્યા.
પાંચાલ જવાના બધાય માર્ગો, મહાભારત કહે છે કે, એ વખતે માનવ મેદનીથી ઉભરાઈ રહ્યા હતા. દ્રૌપદી સ્વયંવરને નિમિત્તે પાંચાલની ધરતી પર જાણે કોઈ વિરાટ મેળો ભરાઈ રહ્યો હતો. કઈ પરણવાના ઉમંગથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com