________________
તમે મને સમજવામાં કૈંક ભૂલ કરી છે, ભૂદેવ ! આ તો ફકત પાંચ જ પુત્ર છે. પણ કદાચ સો પુત્ર હોય તો પણ, કઈ માતા એમાંથી એકને પણ ઓછો કરવા ઈચ્છે ? પણ મારા પુત્રોને, ઈશ્વરની કૃપાથી, રાક્ષસોને ડર નથી. કેક રાક્ષસોને તેમણે સંહાર્યા છે, રણમાં સામી છાતીએ રોળ્યા છે. માટે જ તમારા એ બકાસુર માટે ચોખાનું ગાડું અને બે પાડાને આહાર મારે આ પુત્ર જ લઈ જશે. તમારે એની લેશ પણ ચિંતા ન કરવી. ફક્ત એક જ વિનંતિ કે આ વાત ક્યાં કરતાં કયાંય કરવી નહિ. નાહક કેાઈને મારા દીકરાઓના બાળપરાક્રમની અદેખાઈ આવે !”
અને આવી રીતે બકાસુર પાસે ભીમને મોકલવાનું કુન્તીએ નકકી કર્યું.
૨૦ યુધિષ્ઠિરની શંકા
ચારે પાંડવો ભિક્ષાથે નગરમાં ગયા હતા. તેઓ પાછા ફર્યા અને ભીમસેનના ચહેરા ઉપર તેમણે કોઈ અપૂર્વ યુદ્ધાવેશને રમત છે, ત્યારે યુધિષ્ઠિરે માતાને એક બાજુએ લઈ જઈને એનું કારણ પૂછયું. કુંતીએ બ્રાહ્મણની આપત્તિની બધી વાત કરી અને બકાસુર પાસે ભીમને મોકલવાને પિતે નિશ્ચય કર્યો છે એમ યુધિષ્ઠિરને કહ્યું.
યુધિષ્ઠિરને પહેલાં તે આ વાત ન ગમી. તેણે કહ્યું:
આ શું કરવા બેઠી છે, મા ? જેના ભુજબળના આધારે આપણે સૌ સુખે સુઈ શકીએ છીએ અને પેલા હલકટોએ કરેલું આપણું રાજય પાછું મેળવવાનાં સ્વપ્નાં સેવીએ છીએ, એ ભીમસેનને જ હોમી દેવા માગે છે ? જેના સતત વિચારથી દુર્યોધનની ઊંઘ ઉડી ગઈ છે, જેણે આપણને લાક્ષાગૃહમાંથી છોડાવીને અહીં સુધી આપ્યા છે..”
“ભીમનું એ બધું પરાક્રમ જોઈને જ તે મેં એને મોકલવાનો નિશ્ચય કર્યો છે, બેટા ” કુન્તીએ સંપૂર્ણ શાંતિથી જવાબ આપે. “આ કંઈ હું સાહસ-ભાવે નથી કરતી, સંપૂર્ણ ગણતરીપૂર્વક કરું છું. ભીમને એ રાક્ષસ કશું જ નથી કરી શકવાને. જોયું નહિ, પેલા હિડિમ્બને એણે - કેટલી સહેલાઈથી મારી નાખ્યો ! જન્મે છે ત્યારથી જ અસામાન્ય બળ અને શકિત એનામાં છે. એને મોકલવાથી આપણા માટે અત્યારે તો એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com