________________
હિડિમ્બે હિડિમ્બા ઉપર કાતિલ આક્રમણ કર્યું અને હિડિબા, કદાચ એક નિમેષમાં જ હતી ન હતી થઈ જાત, પણ ત્યાં તો ભીમ એક લંગ મારીને હિડિમ્બની ઉપર ઉઘો અને એક એવી સખત લાત, ઓચિંતી, તેને મારી કે જોતજોતામાં તે બે-પાંચ કદમ દૂર ફંગોળાઈ ગયો.
અને પછી એક ભયાનક બંધ યુદ્ધ એ સ્થળે શરૂ થયું–જાગૃત હિડિમ્બા અને સૂતેલાં, ભીમનાં પાંચ સ્વજનોના સાનિધ્યમાં.
અને થોડી જ વારમાં, યુદ્ધના એ દિગન્તગામી કલાહલથી ભીમના ચારે ય ભાઈઓ અને માતા કુન્તી, પાચે ય જણ એકસામટાં જાગી ગયાં.
જાગતાં વેંત તેમણે જેમ પેલા બેને ભયંકર રીતે લડતાં જોયાં, તેમ એક યુવતીને પોતાની પાસે ઊભેલી પણ જોઈ.
અતિમાનુષ એવું એનું રૂપ હતું. કઈ વનદેવી કે અપ્સરા સમી એ લાગતી હતી.
કુન્તીના પ્રશ્નના ઉત્તરમાં એણે કહ્યું: “નીલમેઘ સમું આ વન મારું અને મારા ભાઈ હિડિમ્બનું વાસ-વન છે. મારા ભાઈ રાક્ષસ છે. તેણે મને તમારી હત્યા કરવા મોકલેલી, પણ સોનલવણું તમારા આ દીકરાને જોઈને મને તેમના પર પ્રેમ થયો અને તરત જ મનથી હું એમને વરી ચૂકી. મેં તે એમને કહ્યું પણ ખરું, કે ચાલે, આ સેને છોડીને કયાંય ચાલ્યાં જઈએ, પણ એ માન્યા નહિ. દરમિયાન આ મારે ભાઈ મને આટલું બધું મોડું શા માટે થયું તે જાણવા અહીં આવી પહોંચ્યો અને પછી તો જે થઈ રહ્યું છે તે આપણે સૌ જોઈ રહ્યાં છીએ ”
ભીમ મહાબલી હતો, તે હિડિમ્બ પણ કંઈ ઓછો બલી ન હતા. બનેનું યુદ્ધ લાંબા વખત સુધી ચાલ્યું. વચ્ચે એકાદવાર અને ભીમને કંક અકળાયેલો માનીને તેની સહાયે જવાની તૈયારી બતાવી, પણ ભીમે તેને વાર્યો, અને પછી તરત જ પોતાની સમગ્ર શકિતઓને એકઠી કરીને હિડિમ્બને મારી નાખ્યો.
ભીમસેનના આ પરાક્રમથી ચારેય ભાઇઓ ઘણા પ્રસન્ન થયા, પણ દુર્યોધન કે તેના કોઈ જાસુસે આ પરાક્રમની ગંધે આકર્ષાઈને એ તરફ પહોંચી આવે, અને વળી પાછો પોતાને એ સહુને ત્રાસ સહન કરવો પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com