________________
૫૧
વધુ સૂમ ખરાં ને ! વ્યાસે માતા સત્યવતીને ખાનગીમાં બોલાવ્યાં, સલાહ આપી : “હવે આ ઘરડી ધરતી ઉપર પાપની ભીંસ વધતી જશે મા.” તેમણે શરૂ કર્યું.
કઈ “ઘરડી ધરતી” ઉપર ? આપણને થાય છે. વ્યાસજી દેશની વાત કરે છે કે પોતાની માની? સત્યવતી પણ હવે ખૂબ ઘરડાં થયાં છે. એમની ઘરડી કાયાથી ભવિષ્યમાં આવનારાં પાપો સહાવાના નથી એવું તે વ્યાસજી નથી સૂચવી રહ્યા ને ? ખેર,
ઘરડી ગતયૌવના ધરતીથી હવે પાપને ભાર ઝીલી શકાવાને નથી એમ કહીને આગળ વધતાં એ માને વિનવે છે કે ધર્મ અને સદાચારને હવે ધીરે ધીરે લેપ થતો જશે. અને છળ અને કપટનું બળ વધતું જશે, પરિણામે તારા કુળમાં ઘોર વિનાશ સજાશે. માટે મારી તે સલાહ છે, મા કે તારે આ સંસારને ત્યાગ કરીને તપોવનમાં ચાલ્યા જવું.”
લાગે છે કે વ્યાસજીએ સત્યવતીના હૈયાની વાત જ હેડે આવ્યું છે, નહિ તે સત્યવતી એક પળમાં જ કેમ માની જાય ?
પણ સત્યવતી એકલી નહોતી જવા માગતી. પિતાની બે પુત્રવધૂઓને પણ તે આવનારા વિનાશને નજરે જોવાના દારુણ દુખમાંથી ઉગારી લેવા માગતી હતી. એટલે એક દિવસ તક મળતાં જ તેણે પોતાની પુત્રવધૂ ધૃતરાષ્ટ્ર-માતા અંબિકાને કહ્યું: “તારા દીકરાના અપલક્ષણો તો તું જાણે જ છે, અંબિકા ! એના અસદ્વર્તનના પરિણામે ભરતકુળને એક દિવસ નાશ થશે. તે આપણે શા માટે હવે આ ઉંમરે એ દુર્ભાગી દિવસો જેવા આ સંસારમાં રોકાવું ? તું કહેતી હોય, તે અંબાલિકાને લઈને આપણે તપવનમાં જતાં રહીએ.”
અને પછી બંને પુત્રવધૂઓ સાથે સત્યવતી વનમાં ૫ઈ. ત્યાં તેમણે ત્રણે યે ઘેર તપ કર્યું, અને અંતે ત્રણેય સદ્ગતિને પામી........
મહાભારતનાં પાત્રોની આઘજનની સત્યવતીની જીવનકથા અહીં પૂરી થાય છે એ વખતે એમના ઉપર એક છેવટને દષ્ટિપાત કરી લઇએ. - યમુનાની આ નૌકારાણી. એના કુમાર-રૂપ ઉપર એક વાર પરાશર સરખા પ્રાતઃ સ્મરણીય ઋષિ મોહ્યા. કૃષ્ણદ્વૈપાયન વ્યાસને જન્મ આ પ્રસંગમાંથી થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com