________________
૭૦
હું તો આપણે અહીં જીવીએ છીએ, આ વાઘની બોડમાં, શું કહ્યું છે એમણે ?”
એ બધું રસ્તામાં હું તમને સૌને સમજાવીશ ! અત્યારે તો આવતી કાલે અહીંથી પ્રસ્થાન કરવાની તૈયારી કરો.”
“પ્રસ્થાન હો,” ભીમસેને ઉપસંહાર કર્યો, “મહાપ્રસ્થાન નહિ.” અને સૌ હસી પડ્યાં.
૧૭. જેવી જેની ભાવના
વારણાવતના નગરવાસીઓએ પાંડેનું ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું. પાંડવો વારાફરતી સૌના મહેમાન થયા. બ્રાહ્મણથી માંડીને શદ્રો સુધી સૌના. પુરોચન તેમની આ સરભરાને સૂત્રધાર હતો.
દશ રાત્રિએ આમ વીત્યા પછી, પુરોચને તેમને માટે ખાસ બાંધવામાં આવેલ પિલા અશિવ “શિવસદન” ની વાત કરી. પોતે જાણે કશું જ જાણતા નથી એવો દેખાવ કરીને પાંડ એ કપટ-નિવાસમાં રહેવા ગયા.
આ આવાસ અગ્નય છે એમ આપ જાણે છે, મોટાભાઈ,” ભીમે તે કહેલું પણ ખરું, “તે પછી શા માટે આપણે જ્યાં પહેલાં હતા, ત્યાં જ ન રહેવું ?”
પણ આપણે એનો ભેદ પામી ગયા છીએ એવી જે એ દુષ્ટને ખબર પડી જશે તે તે ગમે તેવું બીજું કૂડકપટ કરીને પણ આપણું કાસળ કાલ કાઢતું હશે તો આજ કાઢશે,” એમ કહીને યુધિષ્ઠિરે ભીમને નિત્તર બનાવી દીધેલો... અને પછી સૌએ પુરોચનના પ્રપંચથી પોતે સદંતર અપરિચિત છે એ દેખાવ રાખીને પુરોચન તેમનું કાસળ કાઢે તે પહેલાં જ પુરોચનનું કાસળ કાઢવાનો નિશ્ચય કર્યો.
પિતાની આ યોજનાના એક ભાગ તરીકે તેમણે લાક્ષાગૃહમાં એક છૂપું ભોંયરું ઉતાર્યું, જે નીચે થઈને વારણાવત નગરની બહાર, ઘણે દૂર, જંગલમાં નીકળતું હતું. પછી મૃગયાને નિમિત્તે આસપાસના વનપ્રદેશથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com