________________
૭૧
તેમણે વાકેફ થવા માંડયું : નાના મેટા છાનાછપના અનેક માર્ગોથી પરિચિત થવા માંડયું.
પેલુ. ભાંયરું–સુરંગ--ખાદવામાં તેમને વિદુરે મેાકલેલ એક ખનકે, એક સુરંગ-નિષ્ણાતે સહાયતા કરેલી. સાથે સાથે, “ ચેતતા રહેજો, કાઈ વદી ચૌદશની રાતે, કુન્તી સમેત તમને પાંચેયને બાળી મૂકવાની ધા રાષ્ટ્રોની મુરાદ છે, ” એવા વિદુરનેા સંદેશે! પણ ખનકે તેમને આપેલેા.
"
દરમિયાન અહીં આ લાક્ષાગૃહમાં વસતાં વસતાં એકાદ વરસ નીકળી ગયું. પુરાચન એમને સળગાવી મૂકવાની તક શોધે, અને એ લેાકેા પુરાચનને થાપ દેવાના લાગની વાટ જુએ.
આખરે પાંડવાએ આ સંશય-દશાને અંત આણવાને નિશ્ચય કર્યો. તેમણે જાતે જ લાક્ષાગૃહને આગ ચાંપવાને નિશ્ચય કર્યો. આગલે દિવસે તેમણે મેટા પાયા ઉપર બ્રહ્મભાજન અને ઉત્સવ યેાજ્યેા. આમાં પાંચ ભીલો અને એક ભીલડી, તેમની માતા, પશુ આવેલાં. ઉત્સવ દરમિયાન દારૂ પીને આ છ એવાં મસ્ત બની ગયાં, કે રાતના તેએ લાક્ષાગૃહમાં જ પડી રહ્યાં.
રાતે ભીમસેને લાક્ષાગૃહમાં જે ભાગમાં પુરોચન રહેતા હતા તે ભાગમાં આગ ચાંપી, અને પછી પે।તે પેાતાના ભાએ અને મા સાથે પેલી સુરંગ વાટે બહાર નીકળી ગયેા. મકાન ભડભડ બળવા લાગ્યું. નગરજનેા ચારેકારથી હજારોની સંખ્યામાં ભેગા થઇ ગયા. દુર્યોધનની જ આ તરકીબ હતી, પાંડવાને બાળી મૂકવાની, એમ સૌ જાહેર રીતે કહેવા લાગ્યા, અને સવાર પડતાં પેલી ભીલડી અને એનાં પાંચ પુત્રાના બળી ગયેલા મૃતદેહાને ન એળખાય એવી હાલતમાં પડેલા જોઇને સૌની ખાતરી થઇ કે પાંડવા અને કુન્તી નાશ પામ્યાં. માનવમેદનીમાં જબરા હાહાકાર થઈ ગયા, અને સૌ ભીષ્મ અને દ્રોણને વગાવવા લાગ્યા.
આ દારુણ ઘટના વચ્ચે સૌને જો સ ંતાષ હાય તા ફકત એટલેા જ હતા કે દુર્ગંધનને સચિવ પુરાચન પણ પોતે રચેલા એ લાક્ષાગૃહની સાથે બળીને ભસ્મ થયા હતા.
એ તેા જેવી જેની ભાવના ! ખીજાએને માટે લાક્ષાગૃહો બાંધનારાએના હમેશાં આવા જ હાલ થયા છે એ વાતની ઇતિહાસ સાખ પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com