________________
એટલે ? ” ભીમસેન બોલી ઊઠ, “ શું તમે ત્યાં જવાનો નિશ્ચય પણ કરી નાખે છે. મોટાભાઈ ? ”
ગયા વિના છૂટકો જ નથી, ભાઈ! " યુધિષ્ઠિરે કહ્યું.
એમ કેમ ?” પાંચેયે એકસામટા જ જાણે સવાલ પૂછો. “ ગઈ કાલે મને આપણા વડીલે બોલાવ્યો હતો ! ” “ આંધળાએ ?” ભીમે ગર્જના કરી.
“ વિનયથી બોલવામાં આપણું કશું જ બગડતું નથી, ભાઈ ! ” યુધિષ્ઠિરે ભીમને મીઠે ઠપકો આપ્યો, અને પછી પોતાની વાત આગળ ચલાવી. “ ગઈ કાલે મને એમણે ખાસ માણસ મોકલીને બોલાવ્યો હતો. મને કહે “ભાઈ યુધિષ્ઠિર, પિતાના મૃત્યુ પછી તમે કયાંય બહાર ગયા નથી ! તે લેકે આ વારણાવતની આટલી બધી પ્રશંસા કરે છે ત્યાં થોડા દિવસ મોજ કરી આવને ”
“ મોજ ! ” અને અને કુન્તીએ પડઘો પાડયો. “ વડીલને આપણું માટે આટલી બધી લાગણી છે એમ ?”
લાગણું તો એવી છે, મા, ડોકું હાથમાં આવે તો હાથપગને ન જ અડે ! ” ભીમે હસતાં હસતાં કહ્યું. “ પણ પછી તમે જવાબ શો આપ્યા એને મોટાભાઈ ?”
“ એમણે એટલાં બધાં ગુણગાન ગાયાં એ શહેરના ભીમ, કે હું સમજી જ ગયો કે આપણે ત્યાં ગયા વિના છૂટકે જ નથી ! આપણે રાજીખુશીથી નહિ જઈએ, તે એ કે બીજો કોઈ રસ્તો કાઢશે, પણ એમના મનમાં છે, તે કર્યા વગર નહિ જ રહે ! ... એટલે મેં તરત જ હા પાડી દીધી. આવતી કાલે આપણે રવાના થઈએ છીએ.”
એટલી બધી ઉતાવળ ! ” અર્જુને આશ્ચર્ય વ્યક્ત કર્યું.
અનિષ્ટને સામને વહેલોય કરવાનું છે અને મેડ પણ કરવાને છે, તો પછી વહેલો જ કરે સારો, જેથી વહેલી મુકિત મળે ! વળી આપણા વિદુરકાકાએ એ કેયડાની એકાદ ચાવી મને સમજાવી છે, ખાનગીમાં.”
જુગ જુગ છે એ મારા દિયર !” કુન્તી બોલી ઊઠી. એમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com