________________
તેણે પુત્રો પાસે પોતાના મનની વાત મૂકી. સહદેવે અને નકુલે તરત જ માતાની દરખાસ્તને અનુમોદન આપ્યું.
“તારું શું માનવું છે, અર્જુન ?” યુધિષ્ઠિરે પૂછ્યું. “માની મરજી હોય તો બે દિવસ જઈ આવીએ, પણ પહેલાં કોઈ દિવસ જેનું નામ પણ સાંભળ્યું નથી, એવું આ શહેર એકાએક લેકજીભે કેમ ચઢી ગયું તે સમજાતું નથી. નથી એ કઈ તીર્થ સ્થળ, નથી કોઈ વ્યાપાર-કેન્દ્ર, નથી કોઈ ઇતિહાસ એની સાથે સંકળાયેલ. ” અજુને જવાબ આપે.
ખું જ કહી દે ને, અર્જુન, કે તને આ આખીયે વાતમાં કંઈક ભેદ જેવું લાગે છે ” એક ઘા ને બે કટકા કરવા ટેવાયેલા ભીમસેને હસતાં હસતાં કહ્યું.
તમારો અનુભવ શું કહે છે, મેટાભાઇ ?” અર્જુને ભીમસેનને સામેથી પૂછ્યું.
“ મને તો આમાં દુર્યોધનની કઈ નવી ઇન્દ્રજાળ દેખાય છે. ” ભીમે પિતાને વહેમ છતે કર્યો.
“ શાની ? ” સહદેવ-નકુલે પૂછ્યું.
આપણને ખતમ કરવાની ! ” બધાં હસી પડયાં.
ભીમસેનને તો બધે ભયસ્થાન જ દેખાય છે. ”નકુલ–સહદેવે મા સામે જોઈને રાવ કરતા હોય એ અવાજે કહ્યું, “ સ્વાભાવિક જ છે,” માએ જવાબ આપ્યો.
ભીમને મારી નાખવાના પ્રયત્નો દુર્યોધને ઓછા નથી કર્યા. છેવટે નદીમાં ડુબાડો અને ઝેર પણ દીધું. એ તે ઈશ્વરની કૃપા આપણા સૌ ઉપર, કે એને કંઈ થયું નહિ. બાકી એ બાપદીકરાની યોજના તે એનું નિકંદન કાઢવાની જ હતી. પણ આ વારણાવતમાં શું હોઈ શકે એ સમજાતું નથી ! ”
સમજાઈ જશે, ” યુધિષ્ઠિરે મા તેમજ ચારે ભાઇઓની સામે એક સૂચક નજર રાખીને કહ્યું, “ જ્યારે આપણે ત્યાં જઈશું ત્યારે ! ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com