________________
૫૫
ખભે લટકાવ્યું હતું તે ઉતાર્યું, અને ઘાસ જેવું, નપાવટ જેવું લાગતું એક તીર પીઠ પાછળ બાંધેલ ભાથામાંથી કાઢયું.
શું કરવા માગે છે આ મહારાજા !” કુમારે વિચારતા હતા, ત્યાં તો તીર કામઠા પર ચઢી ગયું, દોરી ખેંચાઈ અને બાણ છૂટયું. ગયું સીધું કુવામાં અને જોતજોતામાં દડો એ તીરમાં ભરાઈને કુવામાંથી બહાર ઊછળીને જમીન પર પડયે.
આ ગુણજન કઈ દિવસ બેકાર રહે ખરો? અને તેમાંય વળી યુદ્ધવ્યવસાયી રાજદરબારોમાં!
ભીષ્મ તરત જ દ્રોણની નિમણૂંક કરી. કૃપના એ સગા છે એવી જાણ થતાં ઊલટાને સૌને વધારે આનંદ થયે. કૃપની સાથે સાથે જ તેમની નિમણુંક થઈ. આગળ જતાં પિતાના શકિત સામર્થ્યને કારણે કૃપને પણ વટાવી જઇ પોતે કૌરના મુખ્ય આચાર્ય બન્યા.
દ્રોણ પદ બાબત ભલે વેરવૃત્તિવાળા હતા, પણ ગુરુ તરીકે સંપૂર્ણ શિષ્યવત્સલ અને નિષ્પક્ષપાતી હતા. પણ હોંશિયાર શિષ્યો ગુરુને હમેંશા વધારે ગમે, કારણ કે એવા જ તેમની વિદ્યાને સૌથી વધુ દીપાવે. એટલે દ્રોણને અર્જુન સૌથી વધુ પ્રિય થઈ પડો. પુત્ર અશ્વત્થામા કરતાં પણ અર્જુનની પાસે તેમનું હૈયું વધુ ઉઘડતું, હોશે હોશે તેઓ અર્જુનને પોતાની પાસેની બધી જ ગૂઢ યુક્તિપ્રયુક્તિઓ શીખવતા.
આખરે વિદ્યાભ્યાસ પૂરો થયો. ભીષ્મ સૌની પરીક્ષા લેવડાવવાનું નક્કી કર્યું. એક વિશાળ મંચ ઉભે થઈ ગયો. ચારે બાજુ હજારે પ્રેક્ષકે બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી. નાના મોટા બધા જ જોવા આવ્યા. મહાજને અને મંત્રીમંડળ માટે બેસવાની ખાસ વ્યવસ્થા હતી, અંધ ધૃતરાષ્ટ્ર પણ આવ્યો હતો, તેની સાથે ગાંધારી પણ હતી. ગાંધારી પોતાની આંખે પાટા બાંધતી હોવાથી, કુન્તી તેની પાસે બેસી મંચ ઉપર શું શું બની રહ્યું છે તે એને સંભળાવે, અને પછી ગાંધારી એ અહેવાલ ધૃતરાષ્ટ્રને સંભળાવે, એવી રીતે એ ત્રણેયે આપસમાં ગોઠવણ કરી હતી.
હજારોની મેદની વચ્ચે અસ્ત્ર પરીક્ષા શરૂ થઈ. ઘોડેસવારી, હાથીસવારી રથ હાંકવાની વિદ્યા, પટ્ટાબાજી, તીરંદાજી, ગદાયુદ્ધ, બધાયમાં કુમારે કુશળ થઈ ગયા હતા તે જોઈને પુરવાસીઓ પ્રસન્ન થયા અને ભીષ્માદિ વડિલોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com