________________
૫૭
અસ્ત્રનો પ્રયોગ તથા પરિવાર કેમ કરવો એ તેમણે ત્યાં ને ત્યાં એને શીખવ્યું, અને “બાણાવળીઓમાં શ્રેષ્ઠ થજે !” એ આશીર્વાદ આપ્યો.
દુર્યોધન, દુઃશાસન, કર્ણ વગેરેને ઈર્ષ્યાગ્નિમાં આ ઘટનાએ વળી વધારે ઈધણ હેમ્યાં અને યુધિષ્ઠિર, ભીમ આદિને પારસ વો એ કહેવાની પણ ભાગ્યે જ જરૂર હોય.
અસ્ત્ર-પરીક્ષામાં અર્જુન જ ઉત્તમ કરવાને છે, એવી આગાહી અહીં જ તેમને મળી ગઈ હતી.
અસ્ત્ર-પરીક્ષા પતી ગયા પછી દ્રોણે બધાય શિવ્યાને બોલાવીને પોતાની ગુરુદક્ષિણ માગી. “આપ માગો તે હાજર કરીએ !” સૌએ એક સામટ હર્ષનાદ કર્યો.
મારે કોઈ સામાન્ય ગુરુદક્ષિણ નથી જોઈતી.” કોણે પ્રસ્તાવના કરવા માંડી.
ત્યારે ?”
પાંચાલના રાજા દ્રુપદને લડાઈમાં હરાવી કેદ પકડીને અહીં મારી સામે હાજર કરે.”
અને પાંડવો તથા ધાર્તરાષ્ટ્રો ઉભાઉભ ઉપડ્યા. અને થોડા જ દિવસે બાદ પાછા ફર્યા–બંદીવાન દુપદને લઈને.
લો મહારાજ આ આપની ગુરુદક્ષિણું !” દ્રોણ પળભર તો જોઈ જ રહ્યા-ભગ્નદર્પ, હત-ધન, પર–વશ પાંચાલ
રાજને,
પછી બોલ્યા :
“એક વખત તું મારો મિત્ર હતો, આજે તું યુદ્ધમાં છવાયેલો મારો શત્રુ છે. બેલ હવે, શું જોઈએ છે તારે ?”
દુપદે જીવવાની આશા જ છોડી દીધી હતી. મૃત્યુના ઓળા એના ચહેરા ઉપર પથરાવા માંડયા હતા.
આ જોઈને કોણ હસી પડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com