________________
પણ શિયાળની મરજી હવે આ આખીયે ઉજાણી પોતાના એકલાના જ પેટમાં જાય એવી હતી, એટલે એણે એક યુકિત વિચારી.
મલ સિંહના શરીરની આસપાસ ભેગાં થયેલાં સૌને સંબોધીને તેણે કહ્યું: “દુશ્મન તે હવે નાશ પામ્યો. હવે આવું સુંદર અને સમૃદ્ધ ભજન આમ ઝડપબંધ ગળી જવું એમાં શી મઝા?”
તમે કહે તેમ કરીએ.” બુઢા વાઘે સૌના વતી શિયાળને કહ્યું.
સ્વાદિષ્ટ ભોજન જમવાની મઝા, એ નિરાંતે અને નાહીધોઈને જમીએ એમાં છે.'
“સાચી વાત છે.” નેળિયાએ કહ્યું : “ચાલે આપણે બધા, પાસે જ નદી છે તેમાં નાહી આવીએ.”
“પણ આપણે બધા નાહવા જઈએ અને કેાઈ ત્રાહિત આવીને ઉડાવી જાય તો ?” વરૂએ ડહાપણ ડોળ્યું.
એને ઉપાય મેં આગળથી વિચારી રાખ્યો છે.” શિયાળે શાંતિથી જવાબ આપ્યો, “તમે બધા નાહી આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ, આપણું આ ભોજનની ચોકી કરતો.”
બધા નહાવા ગયા.
સૌથી પહેલો નહાઈને વાઘ આવ્યો ત્યારે તેણે જોયું શિયાળને ચહેરે ખૂબ ગમગીન હતો.
કેમ?” વાઘે પૂછયું.
“ઉંદર કહે છે તે સાંભળી આવ્યું! ” જાણે ન છૂટકે બોલતે હેય એવું મોં કરીને શિયાળે જવાબ આપ્યો.
“ઉંદર શું કહેતા હતા?”
“ કહેતો હતો કે વાઘ જેવો વાઘ, તે પણ જે કામ ન કરી શકો, તે હું કરી શકો! હવે વાઘને મારે આપેલો રોટલો ખાવાને! ધિક્કાર છે એના જીવતરને.”
વાઘને તો સાંભળીને ભારે દુઃખ થયું. રીસાઈને તે ખાધા વગર ચાલ્યો ગ. ઉંદર જેવું નાચીઝ પ્રાણી પણ પોતાને મેણું મારવાની હિંમત કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com