________________
પ૯
અને થોડા જ વખતમાં યુધિષ્ઠિરે પોતાના સદ્ગુણો વડે પિતાના પિતા પાંડુની કીર્તિ ઉપર કળશ ચઢાવ્યો.
આ તરફ ભીમસેન શ્રીકૃષ્ણના મટાભાઈ બળરામ પાસેથી અસિ-યુદ્ધ, ગદાયુદ્ધ અને રથયુદ્ધની કળાઓ શીખ્યો. ગદાયુદ્ધમાતા તેના જેવી જોડી જગતભરમાં શોધવી મુશ્કેલ બને એ પારંગત થઈ ગયો.
અર્જુન કોણના આશીર્વાદથી ધનુર્ધરમાં શ્રેષ્ઠ હતો જ જ્યારે નકુલ તથા સહદેવ પણ પિતાના મોટા ભાઈઓની પડખે શોભે એવા સદ્ગણસંપન્ન અને શસ્ત્રાસ્ત્ર-પ્રવીણ બની રહ્યા.
પાંડુના પાંચેય પુત્રોને આવો મંગલ ઉત્કર્ષ જેઈને ધૃતરાષ્ટ્રને આનંદ થ જોઇતો હતો. કારણ કે એને લીધે સરવાળે તો રાજ્ય તથા પ્રજાને લાભ જ હતો, પણ તેને બદલે તેને ખૂબ સંતાપ થયે. તેણે કણિક નામના પિતાના એક મંત્રીને ખાનગીમાં પોતાની પાસે તેડાવ્યા.
“પાંડવોને પ્રતાપ દિવસે દિવસે વધતા જાય છે, કણિક!” ધૃતરાષ્ટ્ર શરૂઆત કરી.
કણિક ચૂપ રહ્યો.
ધૃતરાષ્ટ્રનું હદય પારખવું ઘણું મુશ્કેલ હતું એટલે તેને ઝોક કઈ દિશામાં છે તે જાણયા વગર કંઈ પણ બોલવું તેને યંગ્ય ન લાગ્યું.
પણ ધૃતરાષ્ટ્ર તો કણિક પાસે પેટછૂટી વાત કરી નાંખવાને નિર્ણય કરી નાખ્યો હતો.
“મને પાંડની ઈર્ષા આવે છે, કણિક, કંઇક અંશે તેમની બીક પણ લાગે છે. મારે તેને ઉપાય કરે છે.”
કણિક કૂટનીતિમાં પાવરધો હતો. પણ મગનું નામ મરી પાડવાની તેની ઈચછા ન હતી. એટલે તેણે ધૃતરાષ્ટ્રને એક વાર્તા કહી.
એક જંગલમાં એક શિયાળ વસતો હતો. એક વાઘ, એક ઉંદર, એક વરૂ અને એક નેળિયા સાથે તેણે ગાઢ દોસ્તી બાંધી હતી, અલબત્ત, પિતાને સ્વાર્થ સાધવા સારૂ જ !
આ પાંચની ટાળી જંગલની ધરણી હતી. જંગલ જાણે પોતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com