________________
બાપદાદાઓ તરફથી ઉતરી આવેલો પોતાનો વારસે ન હોય, એવી રીતે બે–રોક-ટોક તેઓ તેને ઉપભોગ કરી રહ્યા હતા.
એવામાં એક નવજુવાન સિંહે એ જંગલમાં પ્રવેશ કર્યો અને પરિસ્થિતિ બદલાવા માંડી.
પહેલાં તે વાઘે સૌને હૈયાધારણ આપીઃ “તમે ચિંતા ન કરતા. હું એ નવા આતુને રમત રમતમાં પૂરો કરી નાખીશ.”
પણ બડાઈ હાંકવી જેટલી સહેલી હતી તેટલું જ કાર્ય મુશ્કેલ હતું. મુશ્કેલ નહિ, લગભગ અશકય ! છેવટે આ પાંચે ય એક મંત્રણસભા બોલાવી.
શિયાળે સભાનું પ્રમુખસ્થાન લીધું અને ખૂબ ચર્ચાવિચારણું બાદ બધા યે તેણે રજૂ કરેલી યોજનાને સ્વીકાર કર્યો.
જના બહુ લાંબી નહતીઃ તદન ટૂંકી, સીધી ને સટ, સૌને ગળે ઉતરી જાય એવી હતી.
ઉંદરે નવજવાન સિંહ જ્યારે સૂતો હોય ત્યારે ધીમે ધીમે કંકી ફંકીને એના પગનાં તળિયાં કરડી ખાવાં.
પછી વધે એ ખવાયેલાં પગ–તળિયાવાળાં સિંહ ઉપર આક્રમણ કરવું અને એને મારી નાખવો. છેલ્લે સૌએ ભેગા થઈને ઉજાણું માણવી.
ઉદરે પિતાને સોંપવામાં આવેલું મહાકાર્ય હોંશે હોંશે ઉપાડી લીધું. જિંદગીમાં એકવાર પણ પોતે વાઘ–વરૂ જેવાઓની ટોળીને આધારસ્તંભ બની શકે એ વાતનું તેણે ખૂબ ગૌરવ અનુભવ્યું.
ઉંદરે નવજુવાન સિંહનાં પગ-તળિયાં કરડી ખાધાં કે તરત પાસેની ઝાડીમાં જ સંતાઈ ઊભેલ વાઘે તેના ઉપર તરાપ મારી.
અને અપંગ બનેલે મૃગરાજ આમ ઓચિંતુ આક્રમણ થતાં પરવશ બની ગયો. અને જોતજોતામાં મત્યુ પામ્યો.
અને શિયાળ જેને સરદાર હતો, એવી આ ડાકુઓની ટોળીને મનગમતી મહેફિલ મળી ગઈ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com