________________
હસતાં હસતાં એમણે કહ્યું : “ ડરીશ નહિ. તને મારી નહિ નાખું. અમે બ્રાહ્મણે ક્ષમાશીલ છીએ. નાનપણમાં એક જ ગુરુના આશ્રમમાં સાથે રમેલા ત્યારથી તારી સાથે સ્નેહની ગાંઠ બંધાઈ છે. એટલે હું તો તારી ફરીથી પણ મૈત્રીની જ યાચના કરું છું અને તારું રાજ્ય તને પાછું સે! છું—પણ અધું ! કારણ કે સમાન કક્ષાના માણસો વરચે જ સખ્ય સંભવે એમ તે મને કહ્યું હતું. તારું અધું રાજ્ય હું રાખીશ, એટલે હવે આપણે બન્ને રાજાઓ. તું ભાગીરથી નદીની દક્ષિણે રાજ્ય કર, હું ઉત્તરે રાજય કરીશ.”
દ્રુપદને તે શૂળીનું વિઘ કાંટે ગયું. મનમાં તો એ ઘણું યે સમયે પણ શું કરે ?
છાતીમાં ભડભડતા ક્રોધાગ્નિને માંડમાંડ છુપાવીને પ્રાણને તેણે કહ્યું :
આપના જેવા લોકોત્તર પુરુષ માટે આ સ્વાભાવિક જ છે.” અને પછી કૃત્રિમ નરમાશથી ઉમેયું:
છતાયેલા શત્રુને છોડી દેવો, તેનું રાજ્ય, અર્ધ પણ તેને પાછું આપવું અને ઉપરથી તેની મૈત્રીને કાયમ રાખવાની વિનંતી કરવી એ બધું આપ સમા જ કરી શકે.”
દ્રુપદ પિતાને પાછું આપવામાં આવેલ અર્ધ રાજ્યને રાજા બનીને કામ્પિત્ય નગરમાં રહો, પણ રાજ્ય અને અપમાનને ઘા એ કદી ભૂલ્યો નહિ. દ્રોણના મર્મદારક શબ્દ સંભારીને મનમાં ને મનમાં બળતું જ રહ્યો.
કેવળ શસ્ત્રાસ્ત્રના બળથી તે આ બ્રાહ્મણને કદી નહિ હરાવી શકાય, તેને થયું.
ત્યારે કરવું શું ?
ખૂબ વિચારીને અંતે દ્રુપદ એક નિશ્ચય ઉપર આવ્યો. દ્રોણને સંહારી શકે એ પુત્ર પ્રાપ્ત કરવા માટે તેણે તપ કરવા માંડયું.
૧૪. ધૃતરાષ્ટ્રની ચિંતા આ પછી બરાબર એક વરસે ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને યુવરાજપદે સ્થાપ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com