________________
સંતોષ થયો. ગદાયુદ્ધ દરમિયાન ભીમ અને દુર્યોધન વચ્ચે એટલી બધી જામી ગઈ કે આ તે રમત છે એ પણ બે ય ભૂલી ગયા, અને સાચી ગદાબાજી શરૂ કરી દીધી ! એટલે અશ્વત્થામાએ પોતાની જાતને ઝીકીને એ બેને જુદા પાડયા. આ તરફ કણે પણ પોતાની કુશળતા બતાવી, એટલું જ નહિ, પરંતુ પૌરજાનપદના લાડિલા અર્જુનને પણ પોતાની સામે મર્દાનગી દાખવવા પડકાર્યો. આ વખતે ભીમ વચ્ચે પડયો. યુદ્ધો અને
સ્પર્ધા સમાન કક્ષાના પુરુષ વચ્ચે જ સંભવે છે, તેણે કહ્યું. અને એમ કહીને કર્ણ ક્ષત્રિય નથી, પણ સતપુત્ર છે, એ વાતનું સ્મરણ કરાવીને તેનું દિલ દુભવ્યું. આ જ ઘડીથી કર્ણ કુન્તીપુત્રને શત્રુ બન્યો. અને સમયપારખું દુર્યોધને તેને અંગ પ્રદેશને “રાજા” બનાવીને હંમેશને માટે પોતાને મિત્ર અને પાંડવોને વિરોધી બનાવી દીધે.
અસ્ત્ર પરીક્ષા પછી તો અર્જુન દ્રોણને ખાસ વહાલ થઈ પડયો. પણ પરીક્ષા પહેલાં પણ, વગર પરીક્ષાએ પરીક્ષા થઈ જાય એવો એક પ્રસંગ બન્યા હતા. એકવાર દ્રોણ શિષ્યોની સાથે ગંગાસ્નાન કરવા ગયેલા, ત્યાં કાઈ મગરે એમને પગ પકડયો હતો. મહાભારતકાર કહે છે કે પ્રાણે ધાર્યું હેત તો એ પોતે જ પિતાને પગ મગરની દાઢમાંથી છોડાવી શકત. પોતે કે અસમર્થ ન હતા. પણ એમને થયું કે શિષ્યની અકાર્યદક્ષતાની પરીક્ષા કરવાને આ સરસ મેકે છે. એટલે એમણે બૂમાબૂમ કરવા માંડી.
દ્રોણના પિોકારે સાંભળીને તેમના બધાય શિષ્યો, ધૃતરાષ્ટ્ર તેમજ પાંડ બન્નેના પુત્રો, બધાય તેમની આસપાસ ભેગા થઈ ગયા, અને એમાંના કેટલાક તે ગુની આ દશા જોઈને દિગ્મઢ સમા બની ગયા, જ્યારે બીજા કેટલાક હવે શું કરવું, એની ચર્ચામાં ગુંથાયા.
પણ આ દિમૂઢતા અને ચર્ચા ચાલતી હતી, તે દરમિયાન મગરનું જડબું લગભગ એકી સાથે વરસેલા પાંચ તીરોથી ભેદાઈ ગયું હતું. મગર મૃત્યુ પામ્યો હતો અને આચાર્ય દ્રોણુ મુકત થયા હતા.
અને આ પરાક્રમ કરનાર બીજે કઈ નહિ, પણ અર્જુન હતે.
કયે વખતે શું કરવું એની આપોઆપ ફુરણું થાય, અને એવી ફુરણા " થતાં તેનું કાર્યમાં રૂપાંતર થઈ જાય, એ જ સાચો પરાક્રમયોગ.
દ્રોણ અર્જુન ઉપર ખૂબ પ્રસન્ન થયા, બ્રહ્મશિર નામના એક લેકોત્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com