________________
૬૫
“ કારણ કે તો પછી વારસાનો એક સિદ્ધાંત જ સ્થાપિત થઈ જાય. પાંડુ પછી તેનો પુત્ર, તે તેના પછી તેને પુત્ર... અને એમ આપણે તો એક બાજુએ જ રહી જઈએ, અને પછી આપણું વંશજે તો નામના જ રાજવંશી રહે: રાજાની દયા પર નભનારા, બાંધી આપેલી છવાઈ ખાનારા ભાયાતો !” “તો હવે ?” પુત્ર શું કરવા માગે છે તે જાણવા પિતાએ પૂછ્યું.
પાંડુ મરી ગયા પછી તમે જ કારભાર ચલાવે છે, તો ત્યાં જ ઠસી રહે.”
દુર્યોધનની આ સલાહ પિતાને અણગમતી નહોતી, પણ જુવાન દીકરાને જે ભયસ્થાને નહેતાં દેખાતાં, તે આંધળો પણ અનુભવી બાપ બરાબર જોઈ શકતો હતો. થોડીક વાર મૂગો રહીને તે બેલ્યો :
પાંડુ આપણા બધાય સ્વજને પર પ્રીતિ રાખતો. મારા પર તો. સવિશેષ. યુધિષ્ઠિર પણ એના બાપના જેવોજ ગુણ છે. લેકે એને ચાહે છે. એને બળજબરીથી દૂર કરો એ તે અશકય જ છે.”
ત્યારે?” આંધળા બાપના મનમાં કૈક ગુપ્ત વાત રમી રહી છે એવી દુર્યોધનને ખાતરી થઈ ગઈ હતી.
“લકર અને મંત્રીઓ, બધાને પાંડુએ પિતાના જીવનકાળ દરમિયાન ખૂબ રીઝવ્યાં છે. સેનાપતિઓ તથા સામન્તો, મંત્રીઓ, પ્રધાને અને અન્ય રાજકર્મચારીઓ, –એમને સમગ્ર કુટુંબોને, એમને પુત્રોને, પૌત્રોને સૌને પાંડુએ ન્યાલ કરી દીધાં છે. હવે ધારો કે આપણે કૈ ઊંધાચતી કરીએ, તે એમાંથી કોઈ ચકલું પણ આપણું પડખે ઊભું રહે ખરું? અરે ઉલટાના આપણને જ ઠાર કરે, બંડની એક જરાસરખી ગંધ આવતાં વેંત !”
બાપની વાત તો સાચી જ હતી, દીકરાને થયું. ખંધા અને દુષ્ટ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ખાનગીમાં પાંડવોની વિરુદ્ધ કાવતરૂં કરવાનું સૂચન આપી રહ્યો હતિઃ દ્રવ્ય દ્વારા અને ખાનપાન દ્વારા મંત્રીઓ અને સેનાપતિઓને પાંડવોની વિરુદ્ધ ફેડવાનું આડકતરું સૂચન આપી રહ્યો હતો.
પણ પુત્ર પિતા કરતાં સવાયા હતો, નીચતામાં. આ કામ તે તેણે કયારનું યે પતાવી દીધું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com