________________
પ૩
દ્રોણનું નામ લેતાં દ્રુપદ સહેજે જ વાર્તામાં દાખલ થાય છે. અને દ્રુપદની સાથે દુપદતનયા દ્રૌપદી, મહાભારતની નાયિકા, હેજેજ સાંભરવાની. વળી દ્રોણ મહાભારત કથામાં ટપકે છે તેનું મૂળ કારણ તે કૃપાચાર્ય જ છે, જે પહેલાંથી જ ત્યાં હતા. કૃપાચાર્ય હસ્તિનાપુરમાં હતા, માટે જ દ્રોણ, તેમના બનેવીને ત્યાં આવ્યા, પિતાના પુત્ર અશ્વત્થામાને લઈને
પણ હવે આપણે વાત જ આગળ ચલાવીએ. છેકરાઓ મોટા થતાં દાદા ભીમે તેમને શસ્ત્રવિદ્યામાં નિપુણ કરવા માટે કૃપાચાર્ય નામના એક શસ્ત્રાચાર્યને સુપ્રત કર્યા.
આ કુપને બનેવી દ્રોણ અને પાંચાલ દેશને રાજા દ્રુપદ બને સાથે ભણતા. વિદ્યાર્થી અવસ્થા દરમિયાન તેમની વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ. આમાં કે નવાઈ જેવું પણ ન હતું. શ્રીમંત રાજપુત્ર અને ગરીબ બ્રાહ્મણ કુમાર વચ્ચે ગાઢ મૈત્રી ગુરુકુળોમાં બંધાયાના દાખલા સારા પ્રમાણમાં બનતા હશે, જેમાં સુદામા અને શ્રીકૃષ્ણને દાખલ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. દ્રોણ-દ્રુપદ અને સુદામા-શ્રીકૃષ્ણની મૈત્રીમાં ફરક માત્ર એટલે કે કૃષ્ણ મૈત્રી ઠેઠ સુધી નભાવી જાણી, જ્યારે કુપદે ગાદી પર આવતાં જ સંપત્તિના ગર્વમાં જૂના સ્નેહને તુચ્છકાર્યો. સમાનતા છાત્રાલયમાં, ગુરુકુલમાં, ઠીક છે, પણ જગત મેં ગુરુકુલ નથી એવું ભાન તેણે એકવાર પિતાને રાજમહેલે કૈક માગવા માટે આવેલ દ્રોણને કરાવ્યું.
અને સ્વમાની દ્રોણે તે જ ઘડીએ નિર્ણય કર્યો કે આ ક્ષત્રિયબંધુને એક દિવસ દેખાડી દેવું કે તે ભલે સિંહાસનને સ્વામી રહ્યો, પણ એક નિર્ધન બ્રાહ્મણ પિતાના બ્રહ્મતેજને કારણે તેના કરતાં પણ ચઢિયાત છે. - કેટલી નાની વાત અને કેટલું ભયંકર પરિણામ ! માણસો રેજ એકમેકનાં દિલ દુભવતાં હોય છે, વાત વાતમાં રાત પડયે કેટલાને આઘાત પહોંચાડયા તે તેમને કદાચ યાદ પણ નહિ રહેતું હોય, પણ જગતની મહાન દારુણ પટનાઓનાં બીજ આવી નાની હદયદ્ભવણીમાં રહ્યાં છે, એટલું જે આપણે સજાગપણે યાદ રાખીએ તો કેટલા કલહ-કંકાસ –સંઘર્ષો–સંગ્રામેને ટાળી શકાય. દ્રુપદના નાશની પ્રતિજ્ઞા કરીને કોણે પાંચાલ પ્રદેશને ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. પણ જવું ક્યાં? સ્વાભાવિક રીતે જ તેમને હસ્તિનાપુર સાંભળ્યું, જયાં તેમને સાળે કૃપ રાજકુમારના શસ્ત્રાચાર્યને પદે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com