________________
પર
પરાશરે મત્સ્યગંધાને યોજનગંધા બનાવી, કાલીને સત્યવતીમાં પલટી, નાવિક-કન્યામાં રાજયરૂપી નૌકાનું સંચાલન કરનારી સહધર્મચારિણું થવા માટે જોઈતા સંસ્કારોનું સિંચન કર્યું.
પછી આ જ છોકરીએ સ્વર્ગવાસી ગંગાના પ્રેમી તથા પતિ દેવવ્રતના પિતા ગતયૌવન શાનું ઉપર કામણ કર્યું. એના પિતાએ એના માટે આકરામાં આકરી શરત મૂકી, અને દેવવ્રત એ શરત સ્વીકારીને “ ભીમ બન્યા.
શનનુના મહેલમાં આવીને એણે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એમ બે પુત્રોને જન્મ આપ્યો. પણ ભગવાન મહાકાળે ધીવરરાજને ઉપહાસ કર્યો અને બંને લાવારસ મરી ગયા. પછી વિચિત્રવીર્યની વિધવા પત્નીઓમાં કુલતખ્ત, પાછો આ સત્યવતીએ જ મૂકા–વ્યાસજીને હાથે. વચ્ચે ભીષ્મને પરણાવવાની પણ કોશિશ એણે કરેલી, જેને પરિણામે ભીષ્મનું ભીષ્યત્વ ઉલટાનું એકર દીપ નીકળ્યું.
આવા સંકટોની વચ્ચે ધૃતરાષ્ટ્રને અંધ અને પાંડુને પાંડુરોગગ્રસ્ત અવસ્થામાં જન્મેલા જોઈને આ નારીને કેટલું દુઃખ થયું હશે ! અને માટે જ વિદુર તેને માટે એક સવિશેષ આશ્વાસનરૂપ નહિ બન્યો હોય ? જે હેય તેપણ આવી સ્ત્રીને એની આત્યંતિક ઉત્તરાવસ્થામાં એકસો ને છ પ્રપૌત્ર સાંપડે તેની ખુશાલી અને એ વાતને હર્ષ હજુ જ્યાં હદયમાં અનુભવાતો હોય, ત્યાં જ આ એક ને છને નિમિત્તે સમગ્ર કુળને નાશ થવાનો છે એવી ખાતરી થઈ જાય એ દુઃખની કલ્પના પણ સામાન્ય માનવીને આવવી અશક્ય છે. પણ સત્યવતી કોઈ એવી અસામાન્ય માટીમાંથી સરજાઈ છે કે આવી દારુણ વિપત્તિઓને પ્રસંગે પણ ભાંગી તો કયાંય નથી પડતી !
આ બાજુ વ્યાસજી પણ પોતાની માતાના આત્યંતિક કલ્યાણ બાબત સદા જાગૃત છે. ખરેખર માતા પુત્રની આ જોડી જગતના ઇતિહાસમાં અપૂર્વ જ છે.
૧૩. વેરનાં બીજ
અહિંથી મહાભારતની કથામાં એક નવું પાત્ર ઉમેરાય છે. એક નહિ, પણ છે. સમગ્ર દષ્ટિએ જોઈએ તો ત્રણ, ચાર, ના પાંચ, છ. કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com