________________
પ૦
જોઈને પુત્ર મરણને શોક તેને રોજ નવેસરથી અકળાવ્યા કરતા. અને તેમાં ય વળી પાંડુના પાંચ કાચી ઉંમરના પુત્રોને જોઈને તે તેનું હૈયું હાથમાં નહોતું જ રહેતું.
આ કિશોર પાંડવોનું હવે શું થશે, સત્યવતી નિરંતર વિચાર્યા કરતી. ધૃતરાષ્ટ્રને તેમના ઉપર જરા પણ પ્રેમ નથી એ તે જાણતી હતી. પોતે મોટો હોવા છતાં અંધત્વને કારણે ગાદી ઉપર ન બેસી શકો અને પોતાનું થવું જોઈતું હતું તે સિંહાસનને સ્વામી પાંડુ થઈ બેઠો એ વાતની ખટક તેના હૈયામાંથી કદી જ ઓછી થઈ ન હતી. દુર્યોધનને આ પાંડવ-દ્વેષ આમ વારસામાં જ મળ્યો હતો. તેમાં વળી યુધિષ્ઠિરે તેના કરતાં પહેલાં જમીને એ ઘામાં મીઠું ભભરાવ્યું હતું. પણ પાંડુ અને તેના પુત્રો વનમાં હતા ત્યાં સુધી આ દ્રેષ દબાયેલો રહ્યો. ધૃતરાષ્ટ્ર અને તેના પુત્રોને આશા હતી કે પાંડુ અને તેને પરિવાર વનમાં જ રહેશે અને વનમાં જ કદાચ મરી પરવારશે. સૈદ્ધાંતિક રીતે સિંહાસનનો સ્વામી ભલે પાંડુ હોય, અને પાંડના વનવાસને કારણે રાજ્યને વહીવટ સૈદ્ધાતિક રીતે ભલે ભીષ્મ ચલાવતા હોય, પણ વ્યવહારમાં તો ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન જ હસ્તિનાપુરના રાજમહેલના અને રાજના ધણીરણ હતા અને એ વાતથી તેમને મોટું આશ્વાસન મળી રહેતું. પણ પાંડુને સ્વર્ગવાસ થતાં, પાંચ કુમારે અને છઠ્ઠા કુંતી એ બધાં તેમના માથા પર ઠેકાયાં, એટલું જ નહિ પણ રાજ્યની પ્રજાએ પાંડુ માટે પણ દિલથી શોક પાળે અને પાંડુના પરિવાર માટે પ્રેમ, આદર અને સહાનુભૂતિના સાગર રેલાવ્યા, એ જોઇને તો એ અદેખાઓ ઈર્ષાથી સળગી જ ઊડ્યા અને પછી એક જ રાજમહેલમાં બે વિરોધી છાવણીઓ પડી હોય એવો દેખાવ થવા લાગ્યો અને આજકાલ આપણે જે પરિસ્થિતિને “ટાઢું યુદ્ધ' (અંકેલ્ડ વૈર) તરીકે ઓળખીએ છીએ, એવી દારુણ પરિસ્થિતિ નિર્માઈ ગઈ. આ બધું, આ વિષમ પરિસ્થિતિ, શું ભીમે નહિ જોયું હોય ? શું ધર્માત્મા વિદુરે આ કુટુંબનાશના બીજેને અંકુરતાં નહિ દીઠાં હોય ?
શું કુટુંબને સર્વનાશ કરનારી આવી આસુરી દુત્તિઓને મૂળમાંથી જ ઉચ્છેદવાની કોશિશ આવા સમર્થ પુરુષએ નહિ કરી હોય? કોણ જાણે ?
પણ આવનારી આફતના સૌથી પહેલાં નગારાં મહાભારતના લેખક વ્યાસજીએ સાંભળ્યાં. કવિઓનાં ચિત્ત બીજાઓ કરતાં વધુ સંવેદનશીલ,
એ પાંથા વાડા ભૂતિના સાગર મળે અને પાક પણ રાજ્યના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com