________________
૪૮
શૂરવીર પાંડુ ઉદાર, ધ પરાયણ અને સરલ હતેા અને નગર છોડીને વનમાં રહેવા આવ્યા પછી મુનિએની સાથે એકરૂપ બની ગયા હતેા.
વનની નૈસર્ગિક સરળતા જેમ પાંડુના લેહીમાં વહેતી હતી, તેમ રાજમહેલાની પ્રપંચી ખટપટા ધૃતરાષ્ટ્રના લોહીમાં ઊંડે ઊતરી ગઈ હતી. પાંડુ અને તેના પુત્રોએ વનમાં ઋષિમુનિઓના સંપર્ક કરીને ખડતલપણું, નિખાલસતા, નિર્ભયતા, ઋજુતા વગેરે સાત્ત્વિક ગુણા ડેળવ્યા હતા, ત્યારે દુર્યોધનાદિએ અંધ ધૃતરાષ્ટ્રના અવિવેકી લાલનપાલન નીચે અને શનિ જેવાના કુસંગમાં દગાબાજી, દ્વેષ, પ્રપંચ આદિ તામસી દુર્ગુણા ખીલવ્યા
હતા.
પાંડુ વનમાં રહ્યો રહ્યો રાજધમ પાળતા, પરંતુ રાજાઓના વૈભવાદિના અધિકાર ભાગવટા તેણે ભાગ્યે જ કદી કર્યાં હતા, ત્યારે હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્ર તથા તેના પુત્રોની સ્થિતિ ઉલટી જ હતી. રાજ્યધર્માંના પાલનને અંગે, ત્યાં તેમને ભીમ જેવાની ઉપસ્થિતિને પરિણામે, ઝાઝુ કરવાનું રહેતું ન હતુ', જ્યારે રાજબાગ તેમને નિર ંતર મળ્યા કરતા અને રાજવૈભવ ઉપરના પેાતાના અધિકાર સ્વાભાવિક છે એમ તેમને લાગતું હતું.
દશેક વરસ પાંડુ વનમાં રહ્યો, તેટલીવારમાં ધૃતરાષ્ટ્રને તેમજ તેના પુત્રોને હસ્તિનાપુરના સિંહાસનના જાણે તેએ પેાતે જ માલિક છે એવા આભાસ ઉપજવા માંડયા હતા.
પણ સત્યવતી હજુ ખેડી હતી, તેની પુત્રવધૂએ અંબિકા અને અંબાલિકા હજુ ખેડી હતી. ભીષ્મ અને વિદુર હજુ ખેઠા હતા. તેમની હયાતી દરમિયાન તે પાંડુ અને તેના પરિવારને ધૃતરાષ્ટ્રની ગમે તેટલી ઇચ્છા હેાય તેા પણ ટાળી શકાય તેમ નહાતું.
૧૨. માતા-પુત્રની અપૂર્વ જોડી
પાંડુ હજી વનમાં જ હતા, પેાતાના રાગને કારણે અને પેલા કિંદમવાળા પ્રસ'ગ પછી તે ખાસ, સ્ત્રીસંગથી એ દૂર જ રહેતા, પણ એક વાર વસંતઋતુ દરમિયાન રમણીય વનપ્રદેશમાં ક્રૂરતાં કરતાં તેમના ચિત્તની સ્વસ્થતા ડામાડેાળ થઇ ગઇ. માદ્રી તેમની પાછળ પાછળ ચાલી આવતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com