________________
૪૬
કેટલી વ્યક્તિએ વાકેક હશે, કાણુ કહી શકે ? પણ પાંડુને તે આ વાતની ખબર જ નહેાતી.
પણ પાંડુની અત્યંત આગ્રહભરી વિન`તિથી કુન્તીએ જ્યારે પુત્રો ઉત્પન્ન કરવાનું કબુલ્યું, ત્યારે પતિને તેણે દુર્વાસાએ પેાતાને કન્યા અવસ્થામાં આપેલ પેલા મંત્રની વાત કરી (અલબત્ત સૂનું આવાહન અને કની ઉત્પત્તિવાળા ભાગને બાદ કરીને) અને પાંડુ રાજી રાજી થઇ ગયે.. અને પછી આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કુન્તીએ ત્રણ દેવેશ દ્વારા ત્રણ પુત્રો, અનુક્રમે ધર્મ, વાયુ, અને ઇન્દ્ર દ્વારા યુધિષ્ઠર, ભીમ અને અર્જુન અને માદ્રીએ (કુન્તી દ્વારા એ મ ંત્રનેા ઉપયાગ શીખીને) અશ્વિનીકુમારા દ્વારા સહદેવ અને નકુલ એમ પાંચ પુત્રો પાંડુને યરણે ધર્યાં, અને પાંડુ તેમજ હસ્તિનાપુરની પ્રજા રાજવંશની આ વૃદ્ધિથી ખૂબ પ્રસન્ન થયાં.
૧૧. આત્માથે સઘળુ તો
ભીમ અને દુર્યોધનના જન્મ દિવસ એક હતા. શુભ કે અશુભ કાઈ પણ રીતે નામાંકિત થયેલ પુરુષોના જન્મ અને જીવનની આસપાસ અનેક દ તકથાઓ અને લેાકવાયકાએ ઊભી થાય છે. ભવિષ્યમાં એ કેવા થવાને છે તે આગળથી જ જણાઈ આવ્યું હતું, એટલું બતાવવાને જ દંતકથાઓને આશય હાય છે.
આ
દુર્યોધન અને ભીમના જન્મેાની આસપાસ ઊભી થયેલી લેાકવાયકાઓ વ્યાસજીએ નાંધી લીધી છે. તેમાં એક એ છે કે કુન્તીએ બાળક ભીમને તેડયેા હતા તેવામાં એકાએક એક વાઘ નજરે પડયા. વાઘને જોતાં Ο કુન્તી ઊભી થઈ ગઈ. ખેાળામાં ધાવણું બાળક છે એ વાતનું પણ તેને સ્મરણુ ન રહ્યુ. ગમે તેમ પણુ, માતા ઊભી થતાં બાળક ભીમ તેના ખેાળામાંથી નીચે પડી ગયા ને એના ભારથી પર્યંતની શિલાએના ભુક્કા ઊડી ગયા.
એવી જ રીતે દુર્યોધન આગળ જતાં જેવે! યા તેને અનુરૂપ લેાકવાયકા તેના જન્મની આસપાસ નાંધવામાં આવી છે કે જન્મતાવેંત દુર્ગંધન ગધેડે બ્રૂકે તેમ રડવા માંડયા, અને તેનું એ રુદન સાંભળીને સામેથી ગધેડાઓએ, ગીધાએ, શિયાળાએ અને કાગડાઓએ ભયંકર ચિચિયારીઓ કરી કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com