________________
૪૫
કુન્તી અને માદ્રી તેને અનુકુળ હતી. તેને કોઈ સંતાન ન જ થાય, તે તો વળી તેના મોટાભાઈ ધૃતરાષ્ટ્રને પણ મનભાવતું જ હતું.
પણ તે વખતના આર્યોની સૌથી મોટી આવશ્યક્તા પ્રજોત્પત્તિ, તેનું શું? ધૃતરાષ્ટ્રને પણ હજુ સુધી એક પણ સંતાન થયું નહતું. વિદુરને સંતાન હતાં, પણ હસ્તિનાપુરના સિંહાસનને માટે તે નકામાં.
એટલે પિતાનું તેમજ પ્રજાઋણ બેયે ઋણો પિતા વડે કેવી રીતે ફેડી શકાય–પોતાના સ્ત્રીગમનના સંક૯પને જફા પહોંચાડયા વગર, એ વાતની વિચારણમાં પાંડુ પડયો. તેણે પોતાની મોટી પત્ની કુન્તીની સાથે મસલત કરી. જે રીતે, પોતાના પિતા વિચિત્રવીર્યને પોતે અને ધૃતરાષ્ટ્ર અને વિદુર પુત્ર તરીકે સાંપડયા હતા, તે જ રીત શા માટે ન અખત્યાર કરી શકાય? પત્નીને તેણે પૂછયું. અને થોડીક આનાકાની બાદ કુન્તી તેને અનુકૂળ થઈ. અને એ વખતના રિવાજ અનુસાર પાંડને વંશવિસ્તાર સાધવાનું નકકી થયું. - કુન્તી જયારે કુંવારી હતી અને પિતાના પાલક પિતા કુન્તીભેજને ત્યાં રહેતી હતી, તે વખતે દુર્વાસા મુનિ એકવાર ત્યાં આવેલા. કુન્તીએ આ મુનિને પોતાની સેવા વડે સુપ્રસન્ન કર્યા. એટલે મુનિએ તેને એક મંત્ર આપ્યો. એ મંત્ર વડે કુન્તી કોઈ પણ દેવનું આવાહન કરીને તેના દ્વારા સંતાનેત્પત્તિ કરી શકતી હતી. દુર્વાસા તો આ મંત્ર આપીને ચાલતા થયા, પણ અણસમજુ કુતીને કુતૂહલ થયું, કે લાવ જોઉં તો ખરી, કે આ મંત્ર સાચોસાચ દુર્વાસાએ કહ્યું છે તેવો છે કે પછી પોકળ છે? એટલે તેણે એ મંત્રને પાઠ કરીને સૂર્યનારાયણનું આવાહન કર્યું, અને સૂર્ય આવીને ઊભો રહ્યો.
કુન્તી તો બિચારી મુંઝાઈ જ ગઈ. એને તો કેવળ મંત્ર સાચા છે કે બેટા, તેનું પારખું જ કરવું હતું. બાકી પરણ્યા પહેલાં સંતાનને શું કરે ?
પણ કન્યાએ એકાંતમાં આમંત્રલે પુરુષ એમ કેમ પાછો જાય? ..... અને કુંવારી કુન્તી ગર્ભવતી થઈ, અને જન્મતાવેંત કર્ણને ગંગાના હવાલે થવું પડયું. અને કયાંક કોઈ સૂત-દંપતી બિચારાં અપુત્ર હતાં, તેમને એક પુત્ર સાંપડયો. એક નાનકડી વાતના કેટલા પડઘા પડે છે? અને અણધાર્યા. - કુંવારી કુન્તીના જીવનમાં બની ગયેલ આ અસામાન્ય કરુણ ઘટનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com