________________
૪૪
શ્રદ્ધા છે.
ક્રાઇ પ્રકારે આપણે ભેગવવું જ પડે છે, એવી આપણી દૃઢ મનને આપણે ગમે તેટલું મનાવીએ પણ વિશ્વના આ અટલ કર્મનિયમની પકડમાંથી આપણે છૂટવાના નથી એમ આપણને લાગ્યા જ કરે છે. માટે જ કાષ્ટને અપુત્ર કરનાર જાતે જ ક્રાઇ દિવસ પુત્રહીન બને છે ! જેસી જિનકી ચાકરી પૈસા ઉનકો દેત. ”
ये यथा माम् प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । ગીતા–વચનના એક જુદા જ અર્થમાં વિનિયેગ !
અહી' કદમની વાત જોઈએ, તેા પાંડુને કાઇ એવા માટા અપરાધ નહેાતા એમ પણ કેમ કહેવાય ! ક્રૌંચ ક્રૌ ંચીને આવી અવસ્થામાં છૂટાં કરનાર નિષાદને આદિકવિએ શાપ્યા હતા. કે એ વાત શું પાંડુ નહિ જાણતા હોય? અને નિષાદ તા અસંસ્કારી ભીલ હતા, જ્યારે પાંડુ તા સંસ્કારસમૃદ્ધ આ નૃપતિ હતા. અને નિષાદે તા ફક્ત પક્ષીયુગલને છિન્નભિન્ન કર્યુ” હતુ, જ્યારે પાંડુએ તેા ભલે ગમે તેવા અસંયમી પણ એક મુનિને વધ કરી નાખ્યા હતા !
એટલે શર છેડવાનું ઝનૂન પૂરૂ થતાં, કિમની મરતી વખતની દશા જોઇને અને એને વિલાપ સાંભળીને પાંડુને પેાતાને જ એ દૃશ્યમાં અને અરેરાટીમાં પેાતાના આવનારા મૃત્યુના પડધા સંભળાયા હશે. એને થયુ હશે કે આજ અવસ્થામાં એક દિવસ ભગવાન કાળ મારા શિકાર કરશે. અને એને આમ થાય એમાં કૈં નવાઇ પણ નહેાતી. જે રાગમાં વિષયવાસના જીવલેણ નીવડે, એવા રાગથી તે પીડાઇ રહ્યો હતા. અને સાથેાસાથ બબ્બે રૂપવતી રમણીઓને તે સ્વામી હતા. અત્યાર લગી તે તે સંયમથી રહ્યો હતા. પણ એક દિવસ જ્યારે સયમની પાળ તૂટશે, ત્યારે તેની દશા પણ આ કિંમના જેવી થવાની.
ક્રિક્રમના મરતી વખતના કકળાટમાં આ જ કારણે પાંડુને આપણે હમણાં જ જોયું એ પ્રકારને શાપ સંભળાયા હશે, અને આ જ કારણે આ ઘટના પછી તેણે સ્ત્રીસંગથી દૂર રહેવાના પેાતાના સંકલ્પને સવિશેષ દૃઢ બનાવ્યા હશે.
અને પાંડુ પાસે આ સંકલ્પને વળગી રહેવું સવથા અશકય તે નહેાતું જ. ગમે તેમ પણ મહર્ષિ વ્યાસનું શિક્ષણ તેનામાં હતું, તેની પત્નીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com