________________
પડઘો પાડયો. પછી વાવાઝોડું થયું અને દિશાઓમાં દાહ ઉપડયો. ધૃતરાષ્ટ્ર ગભરાયો. ભીમાદિ વૃદ્ધોને ભેગા કરીને તેણે પૂછ્યું :
પાંડુપુત્ર યુધિષ્ઠિર જ્યેષ્ઠ છે અને પોતાના ગુણએ કરીને તે રાજ્યને પાળે એની સામે મારે કશુંએ કહેવાપણું નથી, પણ મારે આ પુત્ર, તેના પછી પણ, રાજા થશે ખરા ?”
ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નને સૌના વતી જવાબ આપતાં વિદુરે કહ્યું : “નિમિત્તો જોતાં તારો પુત્ર કુલનાશક થશે એમ લાગે છે. અમારી તને એક સલાહ છે કે અત્યારથી જ તું તેને ત્યાગ કર.”
મહાભારતને પેલે સુપ્રસિદ્ધ શ્લોક વિદુરજીએ આ સંદર્ભમાં ઉચ્ચાર્યો છે, त्यजेदेकौं कुलस्याथे कुल ग्रामास्याथे त्यजेत् । देशस्या त्वजेद् प्राममात्मार्थे सर्व त्यजेत् ।। એટલે કેઃ કુલાથે એકને ત્યાગ, ગ્રામાર્થે કુલને ઘટે, દેશાથે ગ્રામને ત્યાગ, આત્માથે સર્વને ઘટે.
પણ આવી સલાહ આપવી જેટલી સહેલી છે તેટલી જ પાળવી મુશ્કેલ છે, એ કોણ નથી જાણતું ? સંભવ તે એ છે કે આવી સલાહની ધૃતરાષ્ટ્ર પર ઊલટી જ અસર થવા પામી હેય. મારી આસપાસના વગદાર માણસોને મારા દુર્યોધનની સામે એના જન્મથી જ પૂર્વગ્રહ છે, એ માન્યતાને લઈને દુર્યોધન પ્રત્યેને એને પુત્રસ્નેહ ઉલટાને વધુ અવિવેકી અને અંધ બન્યો હોય.
દુર્યોધન ઉપરાંત, ધૃતરાષ્ટ્રને ગાંધારીથી બીજા નવાણુ પુત્રો અને એક પુત્રી દુશલા થઈ હતી. ઉપરાંત એક વૈશ્ય સ્ત્રી તેની સેવા કરતી હતી. તેને પેટે યુયુત્સુ નામે એક વધુ પુત્ર પણ સાંપડયો હતો. વ્યાસજી કહે છેઃ આ બધા પુત્રો શૂરવીર, યુદ્ધનિપુણ, વેદત્તા અને સર્વ અસ્ત્રોને જાણનારા હતા. ધૃતરાષ્ટ્ર યથાસમયે તેમને યોગ્ય કન્યાઓ પરણાવી હતી. દુઃશલાને જયદ્રથ સાથે પરણાવવામાં આવી હતી.
આમ પાંડુના પાંચ અને ધૃતરાષ્ટ્રના સે મળીને કુરુવંશના એકસો ને પાંચ કુમારે ધીમે ધીમે મોટા થવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com