________________
સમયે સૂર્ય પુત્ર કર્ણ તેની કુંવારી કુખે ઉત્પન્ન થયા. એ ખરેખર સૂર્યને પુત્ર હતા, એની સાબિતી એ હતી કે કવચ અને કુંડલ સે જ જન્મે હતા.
પણ આ બાળકનું હવે કરવું શું? મા-બાપ અને ભાઈઓની બીકે પૃથાએ એ છોકરાને નદીના પ્રવાહ ઉપર તરતો મૂકી દીધું. એ છોકરે રાધા નામની કોઈ સ્ત્રીના પતિને હાથ ચડયો. કવચ અને કુંડલ સેતા આ બાળકને જોઈને–વસુ (દ્રવ્ય) ને સાથે લઈને જ આ જન્મે છે એ જોઇને તેમણે તેનું નામ વસુષેણ પાડયું.
આ વસુષેણ રેજ સૂર્ય પૂજા કરતા. પૂજા દરમિયાન જે કઈ યાચક આવે તેની બધી જ મનેકામના પૂરી કરવી એવું તેનું વ્રત હતું. એકવાર ઈન્દ્ર તેના આ વ્રતની કસોટી કરવા માટે ભિક્ષુક વેશે આવ્યો. તેણે કવચકુંડલ માગ્યાં. વસુષેણે તે પોતાના અંગ ઉપરથી ઉતારીને આપી દીધાં. વસુષેણનું આ સાહસ જોઈને ઇન્દ્ર પ્રસન્ન થયો. તેણે એને એક શકિત આપી. “ ગધર્વ, નાગ, રાક્ષસ, દેવ, અસુર, મનુષ્ય જેના ઉપર ક્રોધ કરીને તું આ શક્તિને પ્રયોગ કરીશ, તે તે જીવતો નહિ રહે.” એવું કહીને ઈન્દ્ર અંતરધ્યાન થયા.
અને ત્યારથી આ વસુષેણનું નામ કર્ણ પડયું. સંસ્કૃતમાં એને અર્થ “ઉતરડી આપનાર” એવો થાય છે. પોતાના અંગ ઉપરથી એણે કવચકુંડલ ઉતરડી નાંખ્યાં, માટે કર્ણ કહેવાયો.
પણ હવે આપણે પૃથા તરફ વળીએ. વસુદેવના પિતા સૂરની આ પુત્રી મહાભારતમાં કુન્તીભજની પુત્રી તરીકે ઓળખાઇ છે, કારણ કે શરસેને પિતાના ફઈના દીકરા કુતીભજને સોંપી હતી.
આ કુન્તીભજે પૃથાને માટે પતિ પસંદ કરવા સારૂ સ્વયંવર રચાવ્યો, જેમાં પૃથા “હજારો ક્ષત્રિયોની વચ્ચે સિંહના જેવી દાઢવાળા, હાથીના જેવી ખાંધવાળા, બળદના જેવી આંખવાળા અને મહાબલી” એવા પાંડુને પરણી.
આ પૃથા ઉપરાંત, પાંડુને માટે ભીમ એક બીજી પત્ની પણ લાવ્યા, એનું નામ હતું માદ્રી. એ બહુ રૂપાળી હતી. એને મેળવવા માટે એના બાપને ખૂબ ધન આપવું પડયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com