________________
વર્ણસંકર કુલને ઘાત કરે છે, અને પૂર્વજને નરક ભેગા કરાવે છે એવી ફરિયાદ કરાવી, પણ તે અર્જુનને મેંએ, અને તે પણ અર્જુન જ્યારે મોહની નિદ્રામાં હતો ત્યારે ! એ મોહ જ્યારે દૂર થયો, ત્યારે ળેિ વજનમ તવા એમ કહેતોકને અર્જુન ઊભો થઈ ગયો. તે વખતે એને વર્ણસંકરની વાત યાદ પણ ન આવી ! આ કેટલું સૂચક છે !
વ્યાસમાં માછીમાર માતાને અંશ છે. ધૃતરાષ્ટમાં, પાંડુમાં અને વિદુરમાં પણ એજ અંશ છે. અને ત્રણેયમાં પાછા પરાશરને પણ એક સરખો અંશ છે. એટલે વ્યાસ જે અર્ધ-બ્રાહ્મણ છે, તે ક્ષત્રિયે પૂરા તે કઈ છે જ નહિ. સિવાય કે દાશરાજને (સત્યવતીના પિતાને) પણ આપણે ક્ષત્રિય ગણુએ. જો કે તેમ ગણવા છતાં પણ ધૃતરાષ્ટ્રાદિ પુરા ક્ષત્રિયે તો નથી જ બનતા.
વળી એ ત્રણ વિચિત્રવીર્યના પુત્ર કેવી રીતે ? અને અંબિકા અને અંબાલિકા વિચિત્રવીર્યની કાન્તાઓ પણ કેવી રીતે, જે એમના સંતાનના પિતા વ્યાસ હોય તો !
વળી એક સરખા મા-બાપના દીકરા પણ પ્રકૃતિથી કેટલા વિભિન? એક ધર્મરાજ તરીકે પંકાયો, બીજો સાવ અધમી તરીકે–ત્રીજે તે જાતે જ ધર્મને અવતાર!
૯. વિકસતું કુટુંબ-વૃક્ષ
ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એ ત્રણે કુમારે કુરુવંશમાં ઉત્પન્ન થયા તેની સાથે કુરુ જાંગલ દેશ, કુરુક્ષેત્ર અને કુરુવંશ, ત્રણેને ઉત્કર્ષ થે. ધરતી હરિયાળા ખેતરોથી હસી ઊઠી. વરસાદ યોગ્ય સમયે વરસવા લાગ્યા. નદી બે કાંઠા વચ્ચે વહેવા લાગી. પશુપક્ષીઓ પ્રસન્ન થયાં. નગર, વણઝારોથી અને કલાકારથી ગુંજી ઊઠયાં. સજજને શર અને વિદ્વાન બનીને સુખી થયા. કેઈ કસ્તુઓ ન રહ્યા. અધમ ઉપર કોઇની રુચી ન રહી. ટુંકમાં સત્યયુગનું વાતાવરણ છવાઈ રહ્યું. ભીષ્મનું ધર્મચક્ર રાજ્યમાં ફરી રહ્યું. કુરુવંશના અગ્રણીઓ અને નાગરિકના ઘરોમાં ચારેકોર “આવો!” “ખાઓ પીઓ !” એવા શબ્દો સંભળાઈ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com