________________
જમ્યા ત્યારથી જ કુમારો ભીમના હાથમાં પોતાના જ પુત્રો હોવ એવી રીતે ઉછરવા માંડયા. એમને વિદ્યાભ્યાસ ભીષ્મની જ દેખરેખ નીચે ચાલવા માંડે. ધનુર્વિદ્યા, ઘેડેસ્વારી, ઢાલ તલવાર, હાથી–સવારી, નીતિશાસ્ત્ર, ઈતિહાસ, પુરાણ, વેદ, વેદાંગ બધું જ તેમને શીખવવામાં આવ્યું. ત્રણેયમાં ધૃતરાષ્ટ્ર વધુમાં વધુ બળવાન હતા, અને વિદુર ડાહ્યામાં ડાહ્યો હતો.
અંધ હોવાને કારણે ધૃતરાષ્ટ્રને રાજપદ ન અપાયું. રાજા તરીકે પાંડુને સ્વીકાર થયો.
પછી ગાન્ધારરાજ સુબલને ત્યાં ભમે ધૃતરાષ્ટ્રને માટે મારું નાખ્યું. સુબલની પુત્રી ગાંધારીએ ભગવાનની ઉપાસના કરીને પોતાને સો પુત્રો થાય એવું વરદાન માગ્યું હતું એ વાત જાણતી હતી.
ભીમ તરફથી માગું આવતાં સુબલરાજ વિચારમાં પડી ગયો. કુલ બધી વાતે સારું હતું. પણ મુરતીઓ અંધ હતા. પણ પછી બધી બાજુનો વિચાર કરીને તેણે હા પાડી.
ગાંધારીએ જ્યારે જોયું કે માતાપિતાએ અંધ ધૃતરાષ્ટ્ર સાથે તેના લગ્નની સંમતિ આપી છે ત્યારે તેણે પોતાની આંખે પણ પાટા બાંધી દીધા. પતિ કરતાં વધારે સુખી થવું એ પત્નીને શોભતું નથી, એમ તે માનતી હતી. પછી તેને ભાઈ શકુનિ તેને હસ્તિનાપુરમાં લઈ આવ્યો અને ધૃતરાષ્ટ્ર જોડે પરણાવી.
ભીષ્મ તરફથી સુયોગ્ય આદરસત્કાર પામી પાછા શકુનિ પિતાને દેશ ગાધાર ચાલ્યો ગયો. મેટા ધૃતરાષ્ટ્રનું લગ્ન પત્યા પછી ભીમે પાંડના લગ્નને વિચાર કર્યો.
યદુવંશમાં શર નામે એક યાદવ-શ્રેષ્ઠ હતો. વસુદેવને એ પિતા, શરને પૃથા નામે એક પુત્રી હતી. રૂપમાં અજોડ આ છોકરીએ નાનપણમાં તપ કરીને દુર્વાસાને પ્રસન્ન કરેલા. દુર્વાસએ તેને એક મંત્ર શીખવેલ. “ આ મંત્રનો જપ કરીને તું જ કાઈ દેવનું આવાહન કરશે, તે દેવ તારી સમક્ષ હાજર થશે. અને તેના વડે તું પુત્રવતી બનીશ,” એમ દુવાર્તા તેને કહેતા ગયા હતા.
પૃથાને પરણતા પહેલાં જ આ મંત્ર અજમાવી જોવાનું મન થયું. તેણે એ મંત્ર જપીને સૂર્ય દેવનું આવાહન કયુ. સૂર્ય પ્રગટ થયા. એ પછી યોગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com