________________
૩૮
હાર્યા છીએ, અને હવે આપણું પ્રારબ્ધમાં સર્વનાશ સિવાય બીજું કશું જ નથી એવું આપણે ભાગ્યે જ કદી જાહેર કરીએ છીએ.
મહાભારતકાર વ્યાસ, સત્યવતી અને પરાશરના પુત્ર વ્યાસ, શુકદેવના તથા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના પિતા વ્યાસ–એ આ પ્રકારના છદ્મલેખક નથી. સત્યને જોવાની, સમજવાની, સારવવાની અને જીરવવાની એમની શકિત અમાપ છે. સત્યને જ શિવ અને સુંદર રૂપે વ્યકત કરવાનું એમની કલામાં સામર્થ્ય છે. એમની લેખિનીને કઈ સગે નથી, કોઈ શત્રુ નથી. એક સત્ય સિવાય બીજા કોઈ પાસે એ શિર ઝુકાવતી નથી.
એટલે જ તો વ્યાસજી પોતાની મા વિષે લખતાં અચકાયા નથી. પિતાના પિતા કેવી રીતે પોતાની માને સહચાર પ્રાપ્ત કરી શક્યા તે વિષે લખતાં એમણે લેશ પણ ભોંઠપ કે તેજેસંગ અનુભવ્યું નથી.
માતા સત્યવતી પાસે એમણે પોતાના વ્યકિતત્વને, શારીરિક વ્યકિતત્વને જે ચિતાર ખડે કર્યો છે તે જ જુઓ. વિચિત્રવીર્યની બે સ્ત્રીઓ એક વર્ષ સુધી વ્રતબદ્ધ થઈ પછી જ મારા વડે માતાઓ બને તે સારું, એવી પિતાની સૂચનાના જવાબમાં માતા જ્યારે વિલંબ સહન કરવાની ના પાડે છે, ત્યારે કેવા નિખાલસ શબ્દોમાં એ પિતાના શરીરનો તેમને ખ્યાલ આપે છે. “જે તારી કુલવધૂઓ, મારું રૂ૫, મારી વય, મારી ગંધ, મારાં વસ્ત્રો, એ બધું સહન કરવાને તૈયાર હોય, તો હું અબઘડી તૈયાર છું.”
આને પરિણામે શું બન્યું, તે આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા. વિચિત્રવીર્યની મોટી રાણી આંખો મીંચી ગઈ માટે એની કુખે જે બાળક અવતર્યો તે આંધળો બન્યા.
વિચિત્રવીર્યની બીજી સ્ત્રી અંબાલિકા વ્યાસને મધ્યરાત્રિએ પિતાના શયનખંડમાં જોતાંવેંત ફિક્કી કરા પડી ગઈ માટે તેની કુખે બાળક અવતર્યો તે પાંડ થયે, ફિકકો થયો. એક માત્ર દાસી વ્યાસના વ્યકિતત્વની સમૃદ્ધિ સમજતી હતી અને તેણે જ્ઞાની વિદુરને જન્મ આપે.
પણ આમાં બ્રાહ્મણ કર્યું છે ને ક્ષત્રિય કેણ છે, વશ્ય કોણ છે ને શુદ્ર કોણ છે ?
ને પિતા કેણ છે ને માતા કેણ છે? ગીતામાં વ્યાસજીએ સંજો नरकायैव कुलघ्नानाम् कुलस्य च ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com