________________
૩૬
પક્ષથી આ ભીષ્મ વિચિત્રવી ના ભાઈ ગણાય, તેમ માતૃપક્ષથી તું એને ભાઈ. હવે આ શંતનુ-પુત્ર ભીમ પેાતે લીધેલ પ્રતિજ્ઞાને સત્યપણે વળગી રહેવા માગે છે, અને રાજ્ય તથા સંતતિનું મન નથી કરતા, માટે તું ભાઈના ભલા ખાતર, સતાન અર્થે, કુલકાજે આ ભીષ્મ તેમજ મારા વચનને પ્રમાણ ગણીને સૌના રક્ષણાર્થે જે એક ભલી વાત તને કહું છું, તે કર. તારા નાના ભાઇ ( વિચિત્રવી ) ની એ ભાર્યાએ છે. બન્ને દેવદુહિતા સમી, રૂપયૌવન-સંપન્ન છે. બન્નેને પુત્રકામના છે. તા તું તેમને પુત્ર આપ.
આ
""
..
વ્યાસે જવાબ આપ્યા : “ હે સત્યવતી, તમે કહ્યું તેમ પુરાતન ધર્મોનુસાર હું તમારી આજ્ઞાને માથે ચડાવું છું, પરંતુ તે માટે એ સ્ત્રીએએ એક સંવત્સર સુધી વ્રતનું પાલન કરીને શુદ્ધ થવું પડશે. હું કાઈ અ-વ્રતધારિણી અંગનાને સ્વીકાર કરતા નથી. ”
આના જવાબ આપતાં સત્યવતી ખેાલી ઃ અરાજક રાષ્ટ્રોમાં નથી થતી વૃષ્ટિ, નથી હેાતા દેવતા, માટે જલ્દી કર.”
cr
વ્યાસે કહ્યું : જો મારે એ કાર્યાં વિના વિલંબે જ કરવાનુ... હાય તા પછી એ સ્ત્રીએએ મારી આ વિરૂપતાને સહી લેવી પડશે. એ જ તેમનું એક મહાન વ્રત બની રહેશે. જો મારી ગંધ, મારૂં રૂપ, મારું શરીર અને મારા વેશને એ સ્ત્રીએ સહી શકે એમ હાય, તે! ભલે આજે જ કૌશલ્યા, વિચિત્રવીર્યંની મેાટી પત્ની તૈયાર થાય.
99
વૈશ પાયન કહે છે કે હે જનમેજય, તે પછી યેાગ્ય કાળે સત્યવતીએ પુત્રવધૂ અંબિકાને કહ્યું : અંબિકા, આજે મધરાતે તારા · દેવર ’ની વાટ
cr
જોજે.
""
અને સાસુની આ સૂચના પ્રમાણે કૌશલ્યા દેવર ’ ની પ્રતીક્ષા કરી રહી હતી, ત્યાં વ્યાસ દીવાએ વડે ઝળાંહળાં એવા એ શયન–મંદિરમાં પ્રવેશ્યા. તે કાળા હતા, પીળી જટાવાળા હતા, અગારા જેવાં એમનાં લાયન હતાં, કાબરચીતરી તેમની મૂછે હતી, આવેા તેમના દીદાર દેખતાંવેંત દેવી આંખા મીચી ગયાં.
વાત જાણીતી છે. આ કારણે ધૃતરાષ્ટ્ર આંધળા જન્મ્યા. પછી એ જ રીતે અંબાની કુખે પાંડુ ફ્રિકા જન્મ્યા, અને છેલ્લે દાસીની કુખે વિદુર જન્મ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com