________________
૩૭
૮. બ્રહ્મચિંતક મહાકવિ વ્યાસ
का ते कान्ता कस्ते पुत्रः विचित्रः ।
r
“કાણુ તારી કાન્તા છે, અને કાણુ તારા પુત્ર છે? આ સંસાર ભારે વિચિત્ર છે,” મનુષ્યના મન પર સંસારની અસારતા ઠસાવવા માટે શ્રીમદ્ શંકરાચાર્યે આ શબ્દો લખેલા છે. પણ એ શબ્દો માત્ર આલંકારિક નથી. શબ્દો દ્વારા સોંસાર વિષેની જે એક અત્યંત ગંભીર હકીકત શ્રીમદ્ શંકરાચા સાધકના મન ઉપર ઠસાવવા માગે છે, તે અક્ષરશઃ સાચી છે. આપણે હુંપદના માર્યા ભલે જગતમાં સર્વાંત્ર આંખ આડા કાન કરીને ફરીએ, પણ એક વાત નિર્વિવાદ છે કે જગતને જેવું આપણે આપણી કલ્પનામાં જોએ છીએ, તેવું તેા તે નથી જ, તે કાઇ નિરાળું જ છે. જુદું જ છે. આપણી કલ્પનાથી સદંતર ઉલટું જ છે. આપણે જેને મહાપુરુષ માનીએ, તે અંદરખાનેથી ઘણા જ નાનેા માણસ નીકળી પડે અને આપણે જેને મહાવીર માનીને પૂજતા હોઇએ, તેના નિકટના સંપર્કમાં આવતાં તે કદાચ કાયરને પણ કાયર સાબિત થાય.
મહાભારત એ મહર્ષિ વ્યાસની વેધક આંખાએ જોયેલું સનાતન જગત છે. એણે સત્યને જ સદા આગ્રહ સેવ્યા છે, જેવું જે બન્યું, જાણ્યું, તેવું તેમણે આલેખેલ છે. એ બાબતમાં એણે કાઇની ચે શરમ રાખી નથી. કાઇની શેહમાં એ તણાયા નથી, અને કાઇના ઉપર દ્વેષ કે રોષે ભરાને ઉતરી પડયા નથી. બ્રહ્મચિંતકની પારદર્શક પણ સ્વસ્થ પ્રજ્ઞા વડે એ બાહ્ય જગતના પેાતાના આંતરમનમાં ઝિલાતાં પ્રતિબિંબને ગ્રહણ કરે છે, અને વ્યકત કરે છે. જગત જેને ધર્મરાજ તરીકે ઓળખે છે, તેની પણ આંતરિક નબળાઇએ વ્યાસજી ખુલ્લી કરે છે, અને જગત જેને પાપાત્મા માટે છે તે દુર્યોધન કે દુઃશાસન પ્રત્યે પણ તેમનું દિલ દિલસેાજી વહેણું નથી.
અત્યારે આપણે જોઈએ છીએ કે માણસ પેાતાના ભૂતકાળ એ જેવા હેાય તેવા બતાવવાને બદલે, પેાતાને અનુકૂળ ર ંગાએ ર'ગીતે જ બતાવે છે. પેાતાની અને પેાતાનાની નિ`ળતા માટે ભાગે સંતાડાય છે, અથવા આછામાં એછું એના ઉપર ક્રાઇ માહક રંગના એકાદ લપેટા તેા લગાડવામાં આવે જ છે. વમાન વિષેના આપણા સૌને દંભ તા જાણીતા જ છે, અને ભવિષ્યની બાબત આપણે નિરાશ થઇને બેઠા હેાએ છતાં આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com