________________
૩૪
પૃથ્વી ગંધને ત્યાગ કરે, જલ રસને છેડે, તેજ પેાતાના રૂપધને જતા કરે, વાયુ પેાતાના સ્વ-ગુણનું વિસર્જન કરે, સૂ પાતાની પ્રભા જતી કરે, ધૂમકેતુ ઉષ્ણતાને ત્યાગ કરે, આકાશ પાતાના શબ્દગુણથી અળગું થાય, ચંદ્ર શીતલતા ત્યાગે, ઈન્દ્ર પરાક્રમધર્મી ત્યજે અને ધર્મરાજ ધર્માંના ત્યાગ કરે તો પણ હું સત્યને ત્યાગ ન કરૂ !” પ્રતિજ્ઞાઓ, અપાચેલાં વયના, લેવાયેલા શપથા અને કરાયેલા સ`કલ્પે માર્ટને આ ભીષ્મઆદર એ આપણી સંસ્કૃતિનું એક પ્રધાન લક્ષણ છે. એને ધર્માંનું જ એક અંગ ગણવામાં આવ્યું છે. ધમે ક્ષતિ રક્ષિત : એમ એને માટે જ કહેવામાં આવ્યું છે.
r¢
સત્યવતીએ ભીષ્મની કસેાટી કરી ? કે પછી ભીષ્મ પરણીને સંસાર માંડે એવી ખરેખર જ એની ઇચ્છા હતી ? કે પછી પેાતાના મનમાં રમી રહેલી વાત પાતે પ્રગટ કરે, તે પહેલાં ભીષ્મને ચકાસી જોવાની જ માત્ર એની ઇચ્છા હતી ?
જે હા તે, પણ બ્રહ્મચર્યાં ના–પેાતાની પ્રતિજ્ઞામાં અચલ રહેવાના-પેાતાના સંકલ્પ ભીમે જ્યારે જાહેર કર્યા, ત્યારે થેાડીક વાર તેા એ વિચારમાં પડી ગઇ. પછી ખાલી સિહાસનની સમસ્યાના ઉકેલ તેણે ભીષ્મ પાસે જ
માગ્યા.
ભીષ્મ ઉકેલાના આકર–ગ્રંથ જેવા હતા. સંસ્કૃતિની પરંપરાને તેમણે બહુ જ ઊંડા અભ્યાસ કર્યો હતા. કયા સંજોગેામાં કાણે કઈ રીતે વવું એ બાબતની સલાહ એ સૌ માગનારને સંપૂર્ણ તટસ્થ ન્યાયમુદ્ધિથી આપતા. (તે એટલે સુધી કે આગળ જતાં તેમનું પેાતાનું માત કઈ રીતે શક્ય છે તે બાબતની સલાહ માગવા આવનારને પણ તેમણે સાચું જ માદન આપેલુ' !)
રાજા અપુત્ર મરી જાય, એવા સંજોગામાં રાજ્યવંશને ચાલુ રાખવાને એક રસ્તા જે તે વખતની સંસ્કૃતિને માન્ય હતા તે તેમણે પેાતાની માતાને સુઝાડયા. વિચિત્રવીર્યની બે પત્નીએ દ્વારા શંતનુના કુલતન્તુને ચાલુ રાખવા માટે સુયેાગ્ય બ્રાહ્મણની પસંદગી થઇ શકે, એવું તેમણે સત્યવતીને સૂચવ્યું
સત્યવતી અને ભીષ્મ બન્ને ડહાપણુ અને મુત્સદ્દીગીરીમાં એકમેકના કરતાં ચડી જાય એવાં લાગે છે. બંને એકખીજાના મનને પૂરેપૂરાં જાણતાં લાગે છે. અને પરિણામે એકમેકને અનુકૂળ જ સલાહ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com