________________
નિઃસંતાન ગુજરી જતાં સિંહાસન આજે નધણિયાતું બન્યું છે. એ સિંહાસનને એને સ્વામી આપવો એ અત્યારે આપણી ફરજ છે, આપણો ધર્મ છે, આપણે આપધર્મ છે. ”
સત્યવતીના સંભાષણને ઝોક ભીમ તરત જ સમજી જાય છે. માતા શું માગી રહી છે.
એ સમયના રાજકુળમાં એક રસમ હતી. પતિ નિઃસંતાન ગુજરી જાય તો પત્ની કે પુરુષને શોધી કાઢી તેના દ્વારા માતા બની શકે.
સત્યવતી આજે ભીમ પાસે એવી માગણી કરી રહી હતી. વિચિત્રવીર્યની નિઃસંતાન પત્નીને માતૃપદ અર્પણ કરવા પૂરતું બ્રહ્મચર્યનું મર્યાદિત વિસર્જન કરવાની એ ભીષ્મને વિનંતી કરી રહી હતી, એટલું જ નહિ, પણ પ્રજાના કલ્યાણાર્થે બ્રહ્મચર્યને હમેશને માટે ત્યાગ કરી, પરણું અને વંશવૃદ્ધિ કરવાની પણ એ સાથે સાથે વિનંતી કરી રહી હતી.
માતાની દષ્ટિએ આમ કરવામાં કંઈ જ ખેડું નહતું. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જેને ખાતર લેવામાં આવી હતી, તે જ ઊઠીને જો એ પ્રતિજ્ઞાનું વિસર્જન કરવાનું કહે તો પછી તેમ કરવામાં વાંધો છે?
આખરે તો સંયોગ એ મનુષ્યોને સંકલ્પના સ્વામીઓ છે !
રાજકારણી પુનાં મનને અહીં વ્યાસજીએ કેવો ચિતાર આપ્યો છે! પ્રતિજ્ઞાઓ અને સંકલ્પ અને વચન, કશુંય એમને મન સનાતન નથી, ત્રિકાલાબાધિત નથી, કાયમી નથી. સિદ્ધાંતો સુદ્ધાં, એમને મન, વ્યવહારના લાભ અર્થે છે. સમય અથવા સંયોગાનું બળ એ જ સાર્વભૌમ કાયદે છે, એ જ સિદ્ધાંત છે.
ભીષ્મની દૃષ્ટિ સત્યવતીના આ વ્યવહારશાસ્ત્રથી સદંતર ઊલટી છે. સત્યવતીને આવો સમયાનુકૂળ પ્રસ્તાવ સળગીને ભષ્મ કહે છે: “હું ત્રણે લેકના રાજ્યનો ત્યાગ કરી શકું. મા, પણ સત્યને નહિ.”
અને પછી સત્ય એ મનુષ્યના આત્મા સાથે સંકળાયેલો એવો સ્વભાવ ધર્મ છે એ વાત માતાને મન ઉપર ઠસાવવા માટે આલંકારિક ભાષાને આશ્રય લઈને એ કહે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com