________________
૩૧.
એને હરાવીને હું આ છોકરીઓને ઉડાવી લાવ્યા તેની સાથે જ વિચિત્રવીર્યના મૃત્યુને તો નહિ ઊંચકી લાવ્યો હોઉં !' એવો વિચાર તેમને કોઈ દિવસ પણ નહિ સ્પર્શી ગયો હોય ?
૭. સત્યવતીની કરુણતા
અને તે
વાતને '
“મારી દીકરીની કુખે જે દીકરે જન્મે તે હસ્તિનાપુરના સિંહાસનને સ્વામી બને!” એવી શરતે પોતાની દીકરીને સંતનુ સાથે પરણાવનાર દાશરાજ પાસે ભવિષ્યમાં થોડે દૂર સુધી પણ જોવાની શકિત હોત તે ?
તેના મનમાં તો હસ્તિનાપુરની ગાદી પર પોતાનો વંશવેલો વાવચંદ્રદિવાકરૌ " કાયમ કરવાના કેડ હતા.
પણ તેને બિચારાને કયાં ખબર હતી કે પોતાની પુત્રીને સંતનથી જે બે પુત્રો થશે તે બને, થોડા થોડા વરસ રાજય કરીને નિઃસંતાન જ ગુજરી જશે, અને જે દેવવ્રતના અધિકાર ઉપર તરાપ મારીને તે પિતાના દૌહિત્રો અને તેમના વંશવારસોને પુરુવંશના સિંહાસનને ધણીએ બનેવવા માગતો હતો, તે દેવવ્રતને હાથે જ એના એ નિઃસંતાન દૌહિત્રોની અંતિમ ક્રિયાઓ થશે.
ત્યારે આ મત્સ્યગંધાના પિતાની આટલી અમર્યાદ મહત્વાકાંક્ષાનું પરિણામ આખરે શું આવ્યું?
નકકર પરિણામ જુવો તે એક જ. એ મહત્ત્વાકાંક્ષાએ ભારતને એને ભીમ આપ્યો.
યમુનાતટના ધીવરરાજના રાજ્યશેખને સંતોષવા ગંગાના પુત્રે નૈષ્ઠિક બ્રહ્મચર્ય સ્વીકાર્યું.
હવે આગળ ચાલીએ.
મહાભારત કહે છે કે વિચિત્રવીર્યના મૃત્યુએ સત્યવતીને “દીન” અને ‘કૃપણ’ બનાવી દીધી.
અને મહાભારતકાર કોણ છે તે યાદ રાખવું જોઈએ. મહાભારતના લેખક વ્યાસ છે અને એ વ્યાસ આ સત્યવતીના જ, આ મત્સ્યગંધાના જ પુત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com