________________
પણ ભીમના અપ્રતિમ શૌર્ય પાસે તેમનું સંયુક્ત આક્રમણ પણ નકામું નીવડયું. તેમને સૌને હરાવીને ભીમે રથને હસ્તિનાપુરની દિશામાં મારી મૂકો.
પણ ભીમ હજુ થોડેક જ દૂર પહોંચ્યા ત્યાં તો “ઊભો રહે ! ઊભો રહે ! એવા હાકટા તેમના કાને પડયા.
તેમણે પાછું વાળીને જોયું તો શાલ્વ નામને એક મહાબળવાન રાજા તેમને પીછો કરી રહ્યો હતો.
ભીમે પોતાના સારથિને રથને પાછો વાળવાની આજ્ઞા કરી. શાવના હાથ યુદ્ધ માટે આટલા બધા સળવળે છે તે પછી યુદ્ધ એને આપવું જ રહ્યું.
દરમિયાન હારીને નાસતા રાજાઓ પણ પાછા આવી ગયા હતા. ભીષ્મ અને શાવની આસપાસ કુંડાળું કરીને તેઓ પ્રેક્ષક બનીને ઊભા રહ્યા.
અને પછી એ મહાવીરનું–મહારથીઓનું રથયુદ્ધ, દ્વયુદ્ધ શરૂ થયું.
આ યુદ્ધમાં શા અત્યંત પરાક્રમ બતાવ્યું. પણ ભીષ્મ પાસે તેનું કશું જ ચાલે એમ નહોતું. અંતે તે પરાજિત થયે. પણ ભીખે તેને વધ કરવાને બદલે વીર જાણીને તેને જીવતો જવા દીધો.
અને રાજાએ પણ સૌ પોતપોતાના દેશ તરફ રવાના થઈ ગયા. પછી ભીષ્મ અનેક વનોમાં થઈને, અનેક નદીઓને પાર કરીને અને અનેક પર્વતને ઓળંગીને આખરે હસ્તિનાપુર પહોંચ્યા. માર્ગમાં ત્રણેય કન્યાઓને તેમણે સસરે પુત્રવધૂઓને સાચવે તેવી રીતે, નાની બહેનને ભાઈ સાચવે એવી રીતે અને દીકરીઓને બાપ સાચવે એવી રીતે સાચવી.”
હસ્તિનાપુર પહોંચીને ભીમે ત્રણેય કન્યાઓને માતા સત્યવતીને સોંપી અને પછી તેની સલાહ લઈને વિચિત્રવીર્યના વિવાહની તૈયારી કરી.
વિવાહની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે એ ત્રણેય કન્યાઓમાં જે સૌથી મોટી હતી, તેણે ભીષ્મને કહ્યું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com