________________
૨૮
ભોગવતો, એવી વૃત્તિથી તેમણે એટલે કે ભીમે અને સત્યવતીએ બનેએ તેની સહાયતા નહિ કરી હોય ? કારણ કે એક વાત ચોકકસ છે કે સત્યવતી માટે ભીમને એટલે બધો આદર દેખાય છે કે એણે જે ભીમને પોતાના પુત્રની વહારે ધાવા કહ્યું હેત, તો ભીમથી તેની ઇચ્છાનું ઉલ્લંઘન થઈ શકત નહિ, અને ભીષ્મ જે વહારે ધાયા હોત તો ગધર્વ ચિત્રાંગદ વિજયી બની શકત નહિ! અસ્તુ.
બાળક વિચિત્રવીર્યનો હસ્તિનાપુરના સિંહાસન ઉપર અભિષેક કરીને ભીષ્મ સત્યવતીની સલાહ સૂચના પ્રમાણે રાજ્યનું પાલન કરવા લાગ્યા.
એમ કરતાં કરતાં વિચિત્રવીર્ય મોટો થયો એટલે ભીમને એના લગ્નની ચિંતા થવા માંડી. એટલામાં ભીમે સાંભળ્યું કે કાશીના રાજવીની અપ્સરાસમી ત્રણ કન્યાએ પોતાના માટે પતિએની શોધ કરી રહી છે અને તે માટે તેમણે “સ્વયંવર રચાવ્યો છે. માતા સત્યવતીની સલાહ લઈને ભીષ્મ રથમાં બેસીને એકલપંડે વારાણસી આવ્યા. સમારંભમાં તેમણે ત્રણે કન્યાઓ જોઈ અને ત્યાં આગળ એકઠા થયેલા હજારો ક્ષત્રિઓ અને રાજવીઓનાં નામે બેલાઈ રહ્યાં હતાં, તે દરમિયાન ભીમે જાતે જ તે છોકરીઓને પસંદ કરી (અલબત પોતાના ભાઈ વિચિત્રવીર્ય માટે!) અને પછી......
થનાર જમાઈને ઘરને આંગણે બોલાવી અલંકારોથી શણગારાયેલી કન્યાનું તેને દાન કરવું અને ઉપરથી વળી થોડું ધન પણ આપવું– લગ્નની એક રીત છે. કેટલાક થનાર જમાઈ પાસેથી બળદની જોડ લઈને તેના બદલામાં કન્યા આપે છે, કેટલાક અમુક નકકી કરેલ દ્રવ્યના બદલામાં આપે છે, તો ક્યાંક વળી બળપૂર્વક અથવા સંમતિથી કન્યાનું હરણ પણ થાય છે. કેટલાક વળી છોકરી જ્યારે કેફમાં ચકચૂર હોય છે ત્યારે એને ઉપાડી જાય છે. પરંતુ ક્ષત્રિયોમાં સૌથી શ્રેષ્ઠ વિવાહ એ ગણાય છે કે જેમાં સૌ રાજવીઓના દેખતાં કન્યાને બલાત્કારે હરી જવામાં આવે તો હે પૃથ્વીપાલો, આ ત્રણેને ઉપાડી જાઉં છું. તમારામાંથી જેમની હિંમત હોય તેઓ મારી સામે મેદાનમાં આવે !”
એ પડકાર ફેંકીને ત્રણે કન્યાઓને તેણે પોતાના રથમાં બેસાડી દીધી.
અને તે પળે જ તે સમારંભમાં આવેલા હજારો રાજવીઓ ભીમ ઉપર એક સામટા તૂટી પડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com