________________
તું ખરેખર પિતાને પરણાવવા આવ્યો છે કે ફકત માથેથી વાત ઉતારવા?”
અને તે જ પળે તેણે નિશ્ચય કરી લીધે!
“ તમને મારા પુત્રને ભય છે ને?” અત્યંત ગંભીર સ્વરે તેણે મસ્યગંધાના પિતાને પુછયું,
“તમે મારે ઠેકાણે હો તે તમને એ ભય લાગે કે ન લાગે ?”
“જરૂર લાગે.” ડોસાની સાથે સમંત થતાં દેવવ્રતે કહ્યું, “પણ હું પરણું જ નહિ તે ?”
હવે આભા બનવાને વારે મત્સ્યગંધાના બાપને હતો ! “આપ શું કહેવા માગો છો ?”
“જે હું બેલું છું તે જ. તમારા દૌહિત્રને ઉત્તરાધિકાર મારા પુત્રો છીનવી લેશે, એવી તમારી બીક સાચી છે. એને ઉપાય એક જ છે. અને તે એ છે કે મારે પરણવું જ નહિ! તે આ જમનાજીની સાક્ષીએ હું પ્રતિજ્ઞા કરું છુ, દાશરાજ કે,
अद्यप्रभृति मे दाश ब्रह्मचर्य भविष्यति ।
“આજથી હું બ્રહ્મચર્યવ્રત ધારણ કરૂં છું.” અને મહાભારત લખે છે :
“તેનું તે વચન સાંભળીને ધર્માત્મા દાશરાજે “આપું છું” એવો જવાબ દીધે, અને અન્તરિક્ષમાંથી અસરાઓ, દેવો અને ઋષિઓએ તેના ઉપર “આ તે ભષ્મ છે” એમ કહેતાં કહેતાં પુષ્પવૃષ્ટિ કરી અને પછી પિતાની ઈચ્છાને નજર સામે રાખીને, તેણે તે યશસ્વિનીને (મસ્યગંધાને) કહ્યું : “ચલે મા, આવી જાઓ રથમાં! આપણે ઘેર જઈએ’--અને પછી એ ભામિનીને રથમાં બેસાડી હસ્તિનાપુરમાં લઇ આવીને તેણે સંતનુને તેનું નિવેદન કર્યું. તેના આવા દુષ્કર કર્મની રાજવીઓએ, છૂટા છૂટા તેમજ સૌએ સાથે મળીને “આ ભીમ છે!” એમ કહેતાં કહેતાં પ્રસંશા કરી, અને ભીષ્મનું આ દુષ્કર કર્મ જેઈ પિતા શંતનુએ તેને તુષ્ટ હદયે ઈચ્છા-મરણ નું વરદાન આપ્યું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com