________________
૩૦
શાવ અને હું મનથી પરણી ચૂક્યાં છીએ. મારા પિતાની પણ એ જ ઈચ્છા છે કે શાલ્વને પરણું. સ્વયંવરમાં પણ હું શાવને જ પરણવાની હતી. માટે હે ધર્મા, આ બાબત જે પગલું તમને ધમ્ય લાગતું હોય તે લેજે.”
ભીષ્મ વિચારમાં પડી ગયા. વિદ્વાન અને વેદ-પારંગત બ્રાહ્મણોની તેમણે સલાહ લીધી, સૌને નિર્ણય થયો તે પ્રમાણે મોટી અખાને શાલ્વ પાસે જવા રજા આપી, બાકીની અબિકા અને અબાલિકાને ભીમે વિધિપૂર્વક વિચિત્રવીર્ય સાથે પરણાવી દીધી.
અને વ્યાસજી કહે છે કે કાશીરાજની એ બે સુંદર કન્યાઓને પરણતાં વેંત
વિચિત્રથી ધર્મમાં માત્મા સમજાત ” ધર્માત્મા વિચિત્રવીર્ય કામાત્મા બની ગયો.”
છોકરીઓ મસ્ત વાંકડીયા વાળવાળી, લાલ અને ઊંચા નખેવાળી, જોબન મદમાતી હતી, અને પોતાને જોઈતો હતો તે પતિ મળી ગયો, એની ખુશાલીમાં વિચિત્રવીર્ય ઉપર ઓળઘોળ થઈ ગઈ હતી.
અને પરિણામે સાત વરસ સુખચેનમાં ક્યાં નીકળી ગયાં તેની ત્રણેયમાંથી એકેયને ખબર ન પડી.
અને એક દિવસ આખરે (અતિવિલાસિતાને કારણે જ તો ! ) વિચિત્રવીર્થ ક્ષયરોગથી પટકાઈ પડયા. રાજવૈદ્યોએ એને સાજો કરવા માટે આકાશપાતાળ એક કર્યા, પણ રોગ જીવલેણ નીકળ્યો.
અને પિતાના આ બીજા પુત્રની પણ અંતિમ ક્રિયા ભીષ્મને હાથે થતી જોવાનું દુર્ભાગ્ય સત્યવતીને દમી રહ્યું.
એને પિતા દશરાજ, આ વખતે હયાત હશે કે નહિ, પ્રભુ જાણે! પણ એ જે હયાત હેત તે પિતાના બને દૌહિન અકાળ મૃત્યુની ઘટનામાં જરૂર એને ભગવાન કાળની કેઈ સાંકેતિક વાણી જ સંભળાઈ હેતઃ “લો, તમે જેના માટે આટલી બધી ખટપટ કરી એ તે જીવતા જ ન રહ્યા, એટલું જ નહિ પણ નિર્વશ ગુજરી ગયા.”
અને ભીષ્મના મનની વાત ભીષ્મ જ જાણે! “કાશીમાં હજારો રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com