________________
૩ર
મહાભારતની અને રામાયણની પણ સૌથી મોટી ખૂબી એ છે કે એને લેખક એ એની કથાનું એક પાત્ર પણ છે, એટલે કથાના પ્રસંગોથી–પાત્રથી લેખક સારી રીતે પરિચિત છે.
અને છતાં એની દષ્ટિમાં સહાનુભૂતિ સાથે તટસ્થતા પણ એટલી જ છે.
વ્યાસજીએ પોતાની માતા માટે આ પ્રસંગે “કૃપણ” અને “દીન” એ બે વિશેષણે વાપર્યા છે તે કેટલાં યથાર્થ છે !
“કૃપણને અર્થ લોભી નહિ, પણ કૃપાપાત્ર અને “દીન” એટલે લાચાર, અસહાય, નિરુપાય.
સત્યવતી અત્યારે ખરેખર લાચાર હતી. કૃપાપાત્ર હતી. તે અત્યારે જે પરિસ્થિતિમાં મૂકાયેલી હતી, તેને માટે તે જાતે જ જવાબદાર ન હતી. જે દેવવ્રતના હકને સદાને માટે ડુબાવીને તે હસ્તિનાપુરની મહિષી બની હતી, તે જ દેવવ્રતની દયા ઉપર જીવવાને હવે તેને વારો આવ્યો હતો, એના જેવી કરુણતા બીજી કઈ ?
પણ સત્યવતી કેાઈ મામુલી માટીનું સર્જન નથી. યમુનાતટની આ છોકરીમાં કેઈ અસાધારણ ખમીર છે. એની વિશેષતા ફકત રૂપ જ નથી. રૂપની સાથે બીજી અનેક ખૂબીઓ તેનામાં ભરેલી છેઃ પૈય, નિર્ભયતા, મુશ્કેલીઓ વચ્ચેથી માર્ગ કાઢવાની સૂઝ, સમતોલતા, સ્વશાસન વગેરે અનેક ગુણે યમુનામાં નૌકા ચલાવનારી આ નારીમાં ખીલ્યા છે.
આમ ન હેત તો એ કયારની યે યમુના-જલના અતલ ડાણમાં લુપ્ત થઈ ગઈ હોત.
પણ આતો પરાશર જેવાને પ્રણયને સ્વીકાર કરીને માતા બન્યા પછી પણ મગજનું સમતોલપણું સાચવી શકે છે, અને ગંગાના પુત્ર ભીમ જેવાની માતા બનવા જેટલું ગૌરવ પણ વિકસાવી શકે છે.
એટલે વિચિત્રવીર્યના મૃત્યુએ સર્જેલ “દીનતા” અને “કૃપણુતા” ને આઘાં હડસેલીને એ કર્તવ્ય-પંથ પર આગળ વધે છે.
એ ભીમને બોલાવે છે.
“હું જાણું છું, ભીષ્મ, તે કહે છે, “તે આકરૂં બ્રહ્મચર્યવ્રત લીધું છે પણ આપણા ઉપર આજે એક જુદી જ આપત્તિ ઉતરી છે. વિચિત્રવીર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com