________________
૨૫
દેવદ્રવના હક ઉપર તરાપ મરાય નહિ, અને યુમુનાજીની આ યુવતી વગર જીવી શકાય નહિ. વાત કંઇને કહેવાય નહિ, અને સહેવાય પણ નહિ.
અને આ બે અગ્નિ વચ્ચે સંતનુ બળતો જાય છે, ગળતો જાય છે, સૂકાતો જાય છે, શોષાતો જાય છે. દેવવ્રતની આંખેથી પિતાની આ લથડતી તબિયત છાની નથી રહેતી. એ ચિંતા કરે છે, પિતાને પૂછે છે. પણ કોઈ સંતોષકારક ખુલાસો જડતો નથી.
એ રાજવૈદ્યોની સલાહ લે છે. પણ જે રાગ સંતનને થયો છે, તેની દવા તેમની પાસે છે જ કયાં! પણ હારીને બેસવું એ દેવવ્રતના સ્વભાવમાં જ નથી. પિતાના રોગનું પગેરૂ કાઢવાને એ નિશ્ચય કરે છે.
અને એ પગેરૂ એક દિવસ એને યોજનગંધાના પિતાના આંગણામાં લઈ જાય છે.
“તમારી શરત મંજુર છે, ધીવરરાજ” એ વચન આપે છે, “ગાદી ઉપર વારસાહક મારો છે, તે હું સ્વેચ્છાએ જતો કરૂં . આપની પુત્રીને પુત્ર જ મારા પિતા પછી, સિંહાસને સ્વામી બનશે.” - સંતનુને ભાવિ સસરો મૂંગો રહે છે. એની આંખમાં લુચ્ચાઈની ચમક છે. એના હોઠ પર ખંચાઇનું સ્મિત છે.
“દુધિયા દાંતવાળો છોકરે મને બનાવવા નીકળ્યો છે. ડોસાને થાય છે.
શું વિચારી રહ્યા છો ?” દેવવ્રત ડોસાને પૂછે છે. એ જ, કે આપ મને આપ મને કેવો બેવકૂફ માને છે!” “એમ કેમ?” “ધર્મ અને નિયમોનું મને પણ કંઈક ભાન છે હોં !” “આપ શું કહેવા માગો છો, હું ખરેખર સમજતો નથી ! ”
આપ આપને અધિકાર જતો કરો, પિતા પુરત, તેથી મેં આપના પુત્રોનો અધિકાર કુંઠિત થતો નથી !”
દેવવ્રત તો આભો જ બની ગયો. ડેસે આટલે જબરો મુત્સદ્દી હશે, તેની તે તેને ક૯પના જ ન હતી.
પણ ડોસાની દુરંદેશીના આ ધડાકાએ દેવવ્રતના અંતરાત્માને એકાએક પડકાર્યો :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com