________________
સુધીમાં સરજેલી તમામ વિદ્યાકળાનું શિક્ષણ આપ્યું છે, અને અપાવ્યું છે.
પિતા સંતનુને એ વાતનો પૂરે સંતોષ છે. કુમાર ગાંગેય પોતાના પછી હસ્તિનાપુરના સિંહાસનને પૂરેપૂરું દીપાવશે, પોતા કરતાં સવાયું દીપાવશે, એવો એમને વિશ્વાસ છે.
ત્યાં, યમુનાના તટવનમાં શિકાર કરતાં, એક દિવસ દષ્ટિ મત્સ્યગંધા ઉપર પડે છે-જેવી રીતે થોડાક વખત પહેલાં, પરાશરની દષ્ટિ પડી હતી એવી જ રીતે.
પરાશરનાં પ્રસંગ પછી મસ્યગંધા પહેલાના કરતાં પણ વધારે આકર્ષક બની છે.
મારા બાળકને જન્મ આપવા છતાં જગત તને કુમારી જ સમજશે, એવું પરાશરે તેને વરદાન આપ્યું છે. વળી તેના આખા શરીરમાંથી પહેલાં કોઈ જુદી જ ગંધ આવતી હતી તેને બદલે, પરાશરની કોઈ વૈદકીય અથવા રાસાયણિક સિદ્ધિને પ્રતાપે, હવે કોઈ અપૂર્વ સૌરભ-સુગંધ આવે છે, અને એ ખુષ્ણુ એટલે દૂર સુધી ફેલાય છે કે વ્યાસે પોતાની માતાને માટે યોજનગંધા શબ્દ પણ વાપર્યો છે.
સંતનુને કાને પણ, કદાચ આ ગંધની વાત પહોંચી હશે. રાજાના હજુરીયા, શ્રીમતાના અને સત્તાધીશોના આશ્રિત, આજના કરતાં તે વખતે જુદા સ્વભાવના ઓછા જ હશે ?
ગમે તેમ પણ આ છોકરીને જોતાવેંત દંતનું તેના તરફ આકર્ષાય છે. અને તરત જ તે તેના બાપને શોધી કાઢી તેની પાસે હસ્તિનાપુરની રાણી બનાવવાનું માથું નાખે છે.
મસ્યગંધા કેવા અદ્ભુત રૂપની સ્વામિની હશે, તેને ખ્યાલ આ વાત ઉપરથી પણ આવી શકે છે. સંતનુ કેં રૂપની શાળાને નવો નિશાળિયે નથી. ગંગા જેવી અપૂર્વ સૌંદર્યવતી દિવ્ય નારીની સાથે એણે લગભગ બે દાયકાઓ માણ્યા છે. ઉંમર પણ હવે એની વૃદ્ધ નહિ તો પ્રૌઢ તો જરૂર છે. આવા પુરુષને જે આટલી બધી સુંદર લાગી હશે કે દેવવ્રત જેવો દેવાંશી દીકરો ઘરમાં હોવા છતાં એને પરણવાનું મન થાય, તે છોકરી સાચે જ અદ્ભુત સુન્દર હશે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com