________________
૨૩
વરસે। પછી એકવાર આ શાંતનુ મૃગયા૨ે વનમાં ગયા. ત્યાં તેણે જોયુ તા ગંગાનદીતેા પ્રવાહ જાણે થંભી ગયા હતા. ભાગીરથીના પટમાં જાણે પહેલાંના જેટલુ પાણી જ નહેતું. આનું કારણ શેાધવા માટે તેણે દૃષ્ટિ દેાડાવી તેા દૂર દૂર તેણે એક કુમારને ઊભેલા દીઠો. રૂપાળે અને મજબૂત બાંધાના તે છોકરા હતા. એના હાથમાં દિવ્ય અસ્ત્ર હતું. તીક્ષ્ણ બાણા વડે ગગાના પ્રવાહને એ અવાધી રહ્યો હતા.
રાજા તેા વિચારમાં જ પડી ગયા. કાણુ હશે આવા શકિતશાળી નવયુવક ? કાને પુત્ર હશે ? કાના શિષ્ય હશે ?
એકાએક તેનું હૃદય પુત્રૈષણાથી આકુલવ્યાકુલ થઇ ગયું. તેને દેવદત્ત સાંભર્યો; પેતાને અને ગંગાને આઠમેા પુત્ર, જેતે ગ`ગા પેાતાની સાથે લઇ ગઈ હતી. બરાબર આવડેા જ હશે. આ તે! નહિ હૈાય એ ?
શ તનુએ ગંગાનું સ્મરણ કર્યું. પેાતાની સામે એક વાર ફરીથી પ્રગટ થવાના તેણે તેને વિનંતી કરી
અને ગંગા પ્રગટ થઈ. એવી જ રૂપાળી હતી, હજુ ! એને જમણે હાથ પેલા કુમારના ખભા પર હતા.
'
આ મારે! આઠમેા પુત્ર, રાજન ! ” શંતનુ કંઈ પૂછે તે પહેલાં જ એણે ખુલાસા કર્યો. “તમે એને હસ્તિનાપુર લઇ જાઓ. તમારી સાથે. વસિષ્ઠની પાસે રહીને એણે શસ્ર અને શાસ્ત્ર બન્નેને અભ્યાસ કર્યો છે. બૃહસ્પતિ તેમજ શુક્રાચાર્ય પણ એને પેતાની વિદ્યાકળાના ભંડારની ચાવી આપી છે. ભગવાન પરશુરામે પણ એને પેાતાની સમગ્ર શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખવી છે. ’
શતનુ તેા પ્રસન્ન થઈ ગયેા. તેના સુખમાં હવે એક જ ઉણપ રહેતી હતી. કાઈ પણ ઉપાયે ગંગા ફરી પાછી તેની સાથે રહેવા સંમત થાય ! તેનું મન પુનર્મિલનનાં સ્વપ્ના નિહાળી રહ્યું હતું ત્યાં ગંગા પાછી અદૃશ્ય થઈ ગઈ.
શાંતનુ કુમાર દેવવ્રતને લઇને હસ્તિનાપુર પાછેા કર્યા.
કુમારને તેણે યુવરાજપદે અભિષેક કર્યો. ખીજા ચાર વર્ષો આનઃપ્રમેાદમાં વીતી ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com