________________
૨૦
“આખરે તું છે કોણ? શા માટે પુત્રને આમ નિરર્થક નાશ કરી રહી છે? તને પાપને પણ ભય નથી લાગતો ?”
હવે ગંગા તેને પિતાની વાત કહે છે. વસુઓની અને સુરભિની અને વસિષ્ઠના શાપની આખી કથા તેને સંભળાવીને પોતાને હાથે પોતે કરેલી પુત્રહત્યાને ભેદ તેને સમજાવે છે. અને છેવટે,
હવે તમારામાં પુત્ર માટે સાચી તાલાવેલી જન્મી છે એમ હું જોઉં છું. માટે આને ગંગામાં પધરાવવાને બદલે હું ઉછેરીને મેટો કરીશ. પણ હવે આપણે સાથે રહેવું તો અશક્ય જ.”
“પણ તું જાય છે જ્યાં ?” બેબાકળા બનેલા સંતનુએ પૂછયુઃ તેને તો બાપડાને પુત્ર અને પત્ની બને જોઈતાં હતાં.
જ્યાંથી આવી ત્યાં !” ગંગાએ જવાબ આપ્યો. “આપણી વચ્ચે જે કરાર થયો હતો, તેને તમે ભંગ કર્યો છે. પરિણામે આપણું લગ્નજીવનની આ પળે જ પૂર્ણાહુતિ થાય છે.”
અને સંતનુ કંઈ દલીલ કરે તે પહેલાં ગંગા પિતાના નવજાત શિશુને સાથે લઈને અદશ્ય થઈ ગઈ.
આ આઠમો પુત્ર તે જ દેવવ્રત. ગંગાએ આપ્યા માટે ગંગાદત્ત અથવા ગાંગેય એવા નામે પણ તે ઓળખાતો. પાછળથી “ભીષ્મ' એવું બિરૂદ તેને સાંપડેલું ત્યારથી એ ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયો.
૪. દેવવ્રત યુવરાજપદે
ગંગાની સાથે આપણે વર્ણવી ગયા તે પ્રમાણે અનેક વરસ આનંદપ્રમાદમાં વિતાવ્યા પછી શંતનું હવે શેકાર્ત હદયે હસ્તિનાપુર પાછો ફર્યો. અને પછી સાગર પર્વત પૃથ્વી ઉપર ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો. વ્યાસજી કહે છે કે આ સંતનુને ઇતિહાસ એ જ મહાભારત.
સંતનુના રાજયમાં “પ્રાણી માત્ર સુરક્ષિત હતાં. અધર્મથી કોઈને વધ કરવામાં નહોતો આવતો. દુઃખીઓ અને અનાથનું તે પિતાની પેઠે પાલન કરતે. વાણું સત્યને આશ્રયે રહેતી. મન દાનધર્મને આશ્રયે રહેતું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com