________________
૫. અશક્ય લાગતી શરતે
મહારાજ શંતનુએ મત્સ્યગંધાને કદી જોઈ જ ન હોત તો ? તે દેવવ્રત હસ્તિનાપુરના સિંહાસન ઉપર આવત, તે એ નૈષ્ઠિક બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈને “ભીમ' ન બનત, તે એ બીજા રાજાઓની પેઠે પરણીને પિતાને વંશવેલો વિસ્તારત,
અને તે ભારતના વંશમાં, આ ગાળામાં કદાચ કંઈ જ અસામાન્ય ન બન્યું હેત !
પણ શંતનનો સ્વભાવ જોતાં, સંભવ તો એ છે કે મત્સ્યગંધાને એણે ન જોઈ હોત, તો પણ બીજી વાર પરણ્યા વગર એ ભાગ્યે જ રહી શકત, અને એ બીજા લગ્નમાંથી વળી કઈ નવી જ સમસ્યા સરજાત !
કારણકે નારીના સૌંદર્યની પાસે સંતનું મીણ જેવો બની જાય છે. પછી એનામાં દઢ રહેવાની શકિત જ નથી રહેતી. નારી ગમી ગઈ, પછી એની ગમે તે શરત કબૂલ કરવા એ તૈયાર થઈ જાય.
નહિતર, “ તમારે મને હું કરું તે કરવા દેવું !” એવી શરતે કયો પુરુષ કોઈ સ્ત્રીને પરણે? શંતનુ ગંગાને એ શરતે પરણ્યો અને ગંગાએ સાત સાત સંતાનને જળશાયી કર્યા ત્યાં સુધી એ વિચિત્ર શરતનું પાલન પણ કરતો રહ્યો.
અને સંતનુની અને આખા ભરત વંશની ખાનદાની જ અહીં છે. બીજુ બધું ગમે તેમ, પણ વચનનું પાલન તો કરે જ.
સંતનુની આ બને લાક્ષણિકતાઓને મત્સ્યગંધાને બાપ જાણતો હશે. નહિતર પિતે કરી તેવી શરત (દેવવ્રત પાસે પણ ઉચ્ચારવાની એની હિંમત ન ચાલત, અને ચાલત, તો રાજાઓના વચન ઉપર ઇતબાર રાખવાની હિંમત તો ન જ ચાલત ! પણ આપણે આપણી વાર્તા તરફ પાછાં વળીએ.
દેવવ્રત હસ્તિનાપુરને યુવરાજ છે. તેની બાલ્યાવસ્થા અને તેનું કૌમાર્ય તેની મા પાસે પસાર થયું છે. ગંગાના વને અને ઉપવનમાં ગંગાએ જાતે જ, એને ભરતકુલની આખી પરંપરાનું અને સંસ્કૃતિએ અત્યાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com