________________
૬. ભીષ્મ સ્વયંવરમાં
માનવીના જીવનને જોવાની ઇતિહાસ પાસે એક વિશિષ્ટ દષ્ટિ છે. સંતનુના જીવનમાં અનેક ઘટનાઓ બની હશે, પરંતુ ભારતના રચયિતા વ્યાસને ફકત બે જ ઘટનાઓ નોંધપાત્ર લાગી. અને તે ને ઘટનાઓ સ્ત્રીઓની સાથે સંકળાયેલી ! એક વાર મહારાજ સંતનુ ઉપર ગંગાએ કામણ કર્યું, એકવાર યમુનાએ ! ગંગાએ દેવવ્રત ભીષ્મનું પ્રદાન કર્યું; યમુનાએ એને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે કુમારો આપ્યા.
સત્યવતી (મસ્યગંધા, યોજનગંધા, ગંધવતી, કાલી, મહાભારતમાં અનેક નામે સંબોધાયેલી વ્યાસમાતા અને સંતનુપત્નીને આપણે હવે સત્યવતીને નામે જ ઓળખીશું)ને બીજો પુત્ર વિચિત્રવીર્ય હજુ વનમાં નહોતાં પ્રવેશ્યા, તે પહેલાં તો મહારાજ શંતનુ પરલોકવાસી થયા. એટલે ભીમે સત્યવતીની સંમતિથી એના મોટા પુત્ર ચિત્રાંગદને સિંહાસન પર બેસાડયો. આ ચિત્રાંગદને પિતાની શુરવીરતાનું ભારે અભિમાન હતું. કેઈ મનુષ્યને તો તે શેર્યમાં પોતા સમાન નહેતો જ માનતે, પણ અસુરે, ગન્ધર્વો અને દેશને પણ હમેશાં એ પડકાર્યા કરતો. આખરે એને જ નામેરી ચિત્રાંગદ નામે એક ગધર્વ એના માથાને મળી ગયે. હિરણ્યવતી નદીને કાંઠે આ બે બળિયાઓ વચ્ચે પૂરા ત્રણ વરસ સુધી યુદ્ધ ચાલ્યું, જેમાં આખરે ચિત્રાંગદ પિતાના શૌર્યની ન્યૂનતાને કારણે નહિ, પણ ગન્ધર્વની પાસે શૌર્ય ઉપરાંત માયાશકિત પણ હતી, તેને લઇને હારી ગયો અને મરાયો. યુદ્ધમાં હારજીતને આધાર આજે પણ વ્યકિતગત કે સામુદાયિક શૌર્ય ઉપર જ માત્ર નથી હોતો, ક્યા પક્ષ પાસે કેવાં હિંસક, વૈજ્ઞાનિક શસ્ત્રો છે તેના ઉપર પણ હોય છે, એ કોણ નથી જાણતું ?
વાતાના આ સાવકાભાઈની અંતિમક્રિયા પતાવીને ભીમે બાળક વિચિત્રવિર્ય ને ગાદીએ બેસાડ.
પણ ગધર્વ ચિત્રાનંદ સાથેની ત્રણ વરસની લડાઈ દરમિયાન પોતાના સાવકાભાઈ ચિત્રાંગદ પ્રત્યે ભીષ્મનું કેવું વલણ હતું તે બાબત વ્યાસજી કશે જ ઉલ્લેખ કરતા નથી. ચિત્રાંગદને સત્યવતીએ ક ભીમે કોઈએ વાર્યો નહિ હોય ? વાર્યા છતાં ચિત્રાંગદ માનતો નથી, અને આખી સૃષ્ટિને પડકારતે ફર્યા કરે છે, તે છો એ પોતાના કર્મનું ફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com