________________
પ્રકરણ ૧લું અરિહંત
૨૩. તીર્થકર શ્રી શીતલનાથજીને જન્મ થયે. જેમના દેહને વણ સુવર્ણ જેવો પીળા, શ્રીવાસ સ્વસ્તિકનું લક્ષણ, દેહમાન ૯૦ ધનુષ્ય, આયુ ધ્ય એક લાખ પૂર્વનું હતું, જેમાં પોણે લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. પા લક્ષ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુઓની સાથે મુક્ત થયા.
૧૧. ૧૦ મા અને ૧૧ મા તીર્થકરોના નિર્વાણનું અંતર એક કરોડ સાગરમાં સો સાગર અને ૬૬ લાખ વર્ષ ઓછાં એટલું છે. સિંહપુર નગરીને વિષ્ણુ રાજાની વિષ્ણુ દેવી રાણથી અગિયારમાં તીર્થકર શ્રી શ્રેયાંસનાથ સ્વામીનો જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળ, ગેંડાનું લક્ષણ, દેહ પ્રમાણ ૮૦ ધનુષ્યનું અને. આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હતું. જેમાં ૬૩ લાખ વર્ષ તેઓએ ગૃહવાસમાં વિતાવ્યાં, ૨૧ લાખ વર્ષ સંયમ પાળી એક હજાર સાધુઓ. સાથે મેક્ષે ગયા.
૧૨. ૧૧ મા અને ૧૨ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૫૪ સાગર છે. ચંપાપુરી નગરીના વાસુપૂજ્ય રાજાની જયાદેવી રાણીથી ૧૨ મા તીર્થંકર શ્રી વાસુપૂજ્યને જન્મ થયો. એમના શરીરને વર્ણ માણેક જે રાતે, પાડાનું લક્ષણ, દેહમાન ૭૦ ધનુષ્યનું, આયુષ્ય ૭૨ લાખ વર્ષનું હતું, જેમાં ૧૮ લાખ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૫૪ લાખ વર્ષ સંયમ પાળે. ૬૦૦ સાધુઓની સાથે મોક્ષે ગયા.
૧૩. ૧૨ મા અને ૧૩માં તીર્થકરેના નિર્વાણનું અંતર ૩૦ સાગર છે. કપિલપુર નગરના કૃતવર્મ રાજાને ત્યાં શ્યામા દેવી રાણીથી ૧૩ મા તીર્થકર શ્રી વિમલનાથજીને જન્મ થયે. એમના શરીરને વર્ણ સુવર્ણ જે પીળો, વરાહનું લક્ષણ, દેહમાન ૬૦ લાખ ધનુષ્યનું, આયુષ્ય કેવર્ષનું હતું, જેમાં ૪૫ લાખ વર્ષ ગ્રહવાસમાં રહ્યા. ૧૫ લાખ વર્ષ સંયમ પાળી ૬૦૦ સાધુઓ સાથે મુકત થયા. હું