________________
૨૨
જેન તત્વ પ્રકાશ છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભુજીનો જન્મ થયો. એમના શરીરને વર્ણ માણેક જેવો લાલ, પત્રકમલનું લક્ષણ, દેહપ્રમાણ ૨૫૦ ધનુષ્યનું અને આયુષ્ય ૩૦ લાખ પૂર્વનું, જેમાં ૨૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા, એક લાખ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુ સાથે મેક્ષે ગયા.
૭ ૬ઠ્ઠા અને ૭મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૯ હજાર કોડ સાગર છે. વારાણસી નગરીના રાજા પ્રતિષ્ઠની રાણી પૃથ્વી દેવીથી ૭મા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથજીનો જન્મ થયો. એમના શરીરને વર્ણ સુવર્ણ જેવો પીળા, સ્વસ્તિકનું લક્ષણ, દેહમાંન ૨૦૦ ધનુષ્યનું, આયુષ્ય, ૨૦ લાખ પૂર્વનું હતું. જેમાં ૧૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. એક લાખ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુઓ સાથે મુક્તિ પહોંચ્યા.
૮. ૭મા અને ૮મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૯૦૦ ક્રોડ સાગર છે. ચંદ્રપુરી નગરીના મહાસેન રાજાની રાણી લક્ષમણદેવીથી ૮મા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભજી સ્વામીને જન્મ થયો. દેહવર્ણ હીરા જેવો સફેદ, લક્ષણ ચંદ્રમાનું, દેહમાન ૧૫૦ ધનુષ્યનું, આયુષ્ય ૧૦ લાખ પૂર્વનું, જેમાં ૯ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા. એક લાખ પૂર્વ સંયમ પાળી એક હજાર સાધુઓ સાથે મોક્ષે ગયા.
૯ ૮ મા અને નવમા તીર્થકરોના નિર્વાણનું અંતર ૯૦ કોડ સાગર છે. કાકંદી નગરીના સુગ્રીવ રાજાની રામાદેવી રાણીથી નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ સ્વામીને જન્મ થયે. એમના શરીરને રંગ હીરા જેવો સફેદ, મગરમચ્છનું લક્ષણ, દેહમાન ૧૦૦ ધનુષ્યનું, આયુષ્ય ૨ લાખ પૂર્વનું હતું, જેમાં એક લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા, એક લાખ પૂર્વ સંયમ પાળીને એક હજાર સાધુઓ સાથે મેક્ષે ગયા.
૧૦. ૯મા અને ૧૦ મા તીર્થકરોના નિર્વાણનું અંતર ૯ કોડ સાગર છે. ભજિલપુર નગરીના દઢરથ રાજાની નંદાદેવી રાણીથી દસમા