Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પોસહ પારવાનું સૂત્ર ૦૫૭ આનંદ શ્રાવકે કેવી ભાવનાથી પોષધશાલામાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં એકાંત જીવન ગાળ્યું હતું, તેનો ઉલ્લેખ ૪૭મા સૂત્રમાં આવી ગયો છે. તે જ રીતે કામદેવ શ્રાવકે પણ પોતાના માથેથી ગૃહ-કામનો બધો ભાર ઉતારી નાખ્યો હતો અને તેઓ ઘણોખરો વખત ધર્મધ્યાન તથા કાયોત્સર્ગમાં જ ગાળતા હતા. આવા એક કાયોત્સર્ગ-પ્રસંગે કોઈ કુતૂહલ-પ્રિય દેવ દ્વારા તેમની આકરી કસોટી થઈ હતી, પરંતુ તેમાં તેઓ પર્વતની જેમ અડગ રહ્યા હતા.
પોષધને લગતા અઢાર દોષો ૧. પોષધમાં વિરતિ વિનાના બીજા શ્રાવકનો આણેલો આહાર કે પાણી
વાપરવાં. ૨. પોષનિમિત્તે સરસ આહાર લેવો. ૩. ઉત્તર(અંતર)વારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી વાપરવી. ૪. પોષધ નિમિત્તે આગલા દિવસે દેહ-વિભૂષા કરવી. ૫. પોષધ-નિમિત્તે વસ્ત્રો ધોવરાવવાં. ૬. પોષધ-નિમિત્તે આભૂષણો ઘડાવવાં તેમ જ પોષધ વખતે ધારણ કરવાં. ૭. પોષધ-નિમિત્તે વસ્ત્રો રંગાવવાં. ૮. પોષધ વખતે શરીર પરથી મેલ ઉતારવો. ૯. પોષધમાં અકાળે શયન કરવું કે નિદ્રા લેવી.
(રાત્રિના બીજા પ્રહરે સંથારા-પોરિસી ભણાવીને નિદ્રા લેવી ઘટે છે.) ૧૦. પોષધમાં સારી કે નઠારી સ્ત્રી-સંબંધમાં કથા કરવી. ૧૧. પોષધમાં સારા કે નઠારા આહાર-સંબંધી કથા કરવી. ૧૨. પોષધમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધ-કથા કરવી. ૧૩. પોષધમાં દેશ-કથા કરવી. ૧૪. પોષધમાં પૂંજયા-પડિલેહ્યા વિના લઘુનીતિ કે વડીનીતિ પરઠવવી. ૧૫. પોષધમાં કોઈની નિંદા કરવી. ૧૬ . પોષધમાં-પોષધ નહિ લીધેલાં એવાં-માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org