Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ૬
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
કસોટી કરવી.’ આમ વિચારીને તેણે રાજગૃહ નગરીએ જતાં જ અન્ય વેશ ધારણ કરીને સુલતાને નજરે જોઈ લીધી અને પછી પોતાની બાજી ગોઠવી.
તેણે બ્રહ્માનું રૂપ ધારણ કર્યું અને નગરના પૂર્વ દરવાજે આસન જમાવ્યું. આથી હજારો નર-નારીઓ તેના દર્શન કરવાને પહોંચી ગયા, પરંતુ સુલતાને એ વાતનું જરા પણ કુતૂહલ થયું નહિ. પછી અંબડે વિષ્ણુનું તથા મહેશનું રૂપ ધારણ કર્યું અને લોક-માનસમાં અજબ આકર્ષણ જમાવ્યું, પરંતુ તેની અસર સુલતાનાં મન પર યત્કિંચિત્ પણ થઈ નહિ. એ તો અહિંદુભક્તિમાં જ મગ્ન રહી. છેવટે અંબડે તીર્થકરનું રૂપ ધારણ કર્યું અને પચીસમા તીર્થકર તરીકેની જાહેરાત કરી પરંતુ તે દાવ પણ નિષ્ફળ ગયો, કારણ કે સુલતાના મનમાં દઢ ખાતરી હતી કે આ કાલમાં શ્રમણ ભગવાન મહાવીર જ છેલ્લા તીર્થકર છે, તેથી પચીસમા તીર્થકરની વાત સાચી હોઈ શકે નહિ. એમાં કોઈ પણ પ્રકારની બનાવટ હશે.”
આ રીતે સુલતાના સમ્યક્તની દઢતા નિહાળી અંબડ અતિ પ્રસન્ન થયો અને તેણે પોતાનું મૂળ રૂપ ધારણ કરી સુલસા પાસે જઈને તેને શ્રમણ ભગવાન મહાવીરે કહેવડાવેલો ધર્મલાભ પહોંચાડ્યો. આથી સુલસા અત્યંત હર્ષિત થઈ અને પ્રથમ કરતાં પણ સમ્યક્તમાં વધારે દૃઢ બની. સુલસાને પોતાના આવા દૃઢ સમ્યક્તથી ભાવી ચોવીસીમાં તીર્થકર થનાર નામ કર્મ બાંધ્યું છે.
મvi-વોમવા-આણંદ અને કામદેવ.
શ્રમણ ભગવાન મહાવીરના એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકો હતા. તેમાં દસની ગણના મુખ્ય થાય છે અને તેમાં પણ આનંદ અને કામદેવનાં નામો પ્રથમ લેવાય છે; કારણ કે તેઓ વ્રત-પાલનમાં અતિ દૃઢ હતા. તેઓએ શ્રમણ ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યા પછી સમ્યક્ત્વ સાથે શ્રાવકનાં બાર વ્રતો ધારણ કર્યા હતાં અને પરિગ્રહની મર્યાદા કરી હતી. તે મર્યાદામાં તેઓ ઉત્તરોત્તર ઘટાડો કરતા ગયા હતા અને છેવટે તે બંનેએ શ્રાવકની અગિયાર પ્રતિમાઓને શાસ્ત્ર, આચાર (કલ્પ) અને માર્ગ મુજબ વહન કરી હતી. વળી તેઓ મારણાંતિક સંખના કરીને પોતાના તમામ દોષોની નિંદા, ગર્તા અને આલોચના કરવાપૂર્વક સમાધિમરણને પામ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org